સુરહ આલે ઈમરાન 15,16

PART:-161
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-15,16             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قُلۡ اَؤُنَبِّئُكُمۡ بِخَيۡرٍ مِّنۡ ذٰ لِكُمۡ‌ؕ لِلَّذِيۡنَ اتَّقَوۡا عِنۡدَ رَبِّهِمۡ جَنّٰتٌ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُ خٰلِدِيۡنَ فِيۡهَا وَاَزۡوَاجٌ مُّطَهَّرَةٌ وَّرِضۡوَانٌ مِّنَ اللّٰهِ‌ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِالۡعِبَادِ‌ۚ(15)

15).તમે કહી દો કે શું હું તમને તેનાથી બહેતર વસ્તુ બતાવું ? અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે જન્નત છે જેની નીચે નહેરો વહે છે, જેમાં તેઓ હંમેશા રહેશે, અને પવિત્ર પત્નીઓે અને અલ્લાહ (તઆલા)ની પ્રસન્નતા છે અને બધા બંદાઓ અલ્લાહ (તઆલા)ની નજરમાં છે.

તફસીર(સમજુતી):-

આ આયતમાં ઈમાનવાળાઓને બતાવવામાં આવી રહ્યું છે કે આની આગળની આયતમા વર્ણન કરવામાં આવેલી દુનિયાની વસ્તુઓમાં ખોવાઈ ન જતા, પરંતુ તેનાથી બહેતર તો તે જિંદગી અને તેની રહમત છે જે રબની પાસે છે જેના હકદાર અલ્લાહથી ડરનારાઓ છે, એટલા માટે અલ્લાહથી ડરો, જો આ ડર તમારી અંદર પેદા થઈ ગયો તો બેશક દુનિયા અને આખિરતની તમામ ભલાઈ પોતાના દામનમાં સમેટી લેશો.

પવિત્રનો અર્થ છે તેઓ દુનિયાની ગંદકી અને મેલ કુચેલ માસિક સ્ત્રાવ અને બીજી ગંદકીથી પવિત્ર હશે. અને પાક દામન હશે. એટલા માટે આગળની બે આયતોમાં અલ્લાહથી ડરનારાઓની વિષેશતાનું વર્ણન છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَّذِيۡنَ يَقُوۡلُوۡنَ رَبَّنَاۤ اِنَّنَاۤ اٰمَنَّا فَاغۡفِرۡ لَنَا ذُنُوۡبَنَا وَقِنَا عَذَابَ النَّارِ‌ۚ(16)

16).જેઓ કહે છે કે અય અમારા રબ! અમે ઈમાન લાવી ચૂક્યા, એટલા માટે અમારા ગુનાહોને માફ કરી દે અને અમને આગના અઝાબથી બચાવ.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92