સુરહ આલે ઈમરાન 17,18

PART:-162
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-17,18             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلصّٰــبِرِيۡنَ وَالصّٰدِقِــيۡنَ وَالۡقٰنِتِــيۡنَ وَالۡمُنۡفِقِيۡنَ وَالۡمُسۡتَغۡفِرِيۡنَ بِالۡاَسۡحَارِ (17)

17).જેઓ સબ્ર કરવાવાળા અને સાચા અને ફરમાબરદાર અને
અલ્લાહના માર્ગમાં માલ ખર્ચ કરવાવાળા છે અને રાત્રિના
પાછલા હિસ્સામાં (મોક્ષ પ્રાપ્ત કરવાની કામના માટે) તૌબા
(ક્ષમા-યાચના) કરવાવાળા છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

شَهِدَ اللّٰهُ اَنَّهٗ لَاۤ اِلٰهَ اِلَّا هُوَۙ وَالۡمَلٰٓئِكَةُ وَاُولُوا الۡعِلۡمِ قَآئِمًا ۢ بِالۡقِسۡطِ‌ؕ لَاۤ اِلٰهَ اِلَّا هُوَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُؕ (18)

18).અલ્લાહે, તેના ફરિશ્તાઓએ અને આલિમોએ ગવાહી આપી છે કે અલ્લાહના સિવાય કોઈ માઅબૂદ નથી, તે ન્યાયને કાયમ રાખવાવાળો છે, તે જ જબરદસ્ત
હિકમતવાળો છે, તેના સિવાય કોઈ બંદગીને લાયક નથી.

તફસીર(સમજુતી):-

અહીં ગવાહી નો મતલબ બયાન કરવું અથવા આગાહ કરવું છે એટલે કે અલ્લાહ એ જે કંઈ પૈદા કર્યું અને બયાન કર્યું, તેના ઝરિયાથી અલ્લાહે પોતાની વહદાનિયત તરફ આપણી રહનુમાઈ કરી છે. અને ફરિશ્તાઓ અને આલિમોએ બયાન કરી દીધું કે અલ્લાહ સિવાય કોઈ માઅબૂદ નથી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92