સુરહ બકરહ 269,270

PART:-147
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-269,270             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يُؤۡتِى الۡحِكۡمَةَ مَنۡ يَّشَآءُ‌‌ ۚ وَمَنۡ يُّؤۡتَ الۡحِكۡمَةَ فَقَدۡ اُوۡتِىَ خَيۡرًا كَثِيۡرًا‌ ؕ وَمَا يَذَّكَّرُ اِلَّاۤ اُولُوا الۡاَلۡبَابِ(269)

269).તે જેને ઈચ્છે હિકમત (ડહાપણ) આપે છે અને જેને હિકમત આપી દેવામાં આવી તેને ઘણી બધી ભલાઈ આપી દીધી અને નસીહત ફક્ત અકલમંદો જ પ્રાપ્ત કરે છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَاۤ اَنۡفَقۡتُمۡ مِّنۡ نَّفَقَةٍ اَوۡ نَذَرۡتُمۡ مِّنۡ نَّذۡرٍ فَاِنَّ اللّٰهَ يَعۡلَمُهٗ ؕ وَمَا لِلظّٰلِمِيۡنَ مِنۡ اَنۡصَارٍ(270)

270).તમે ઈચ્છો તેટલુ ખર્ચ કરો (અથવા સદકો કરો) અને જે કંઈ નજ૨ માનો તેને અલ્લાહ (તઆલા) જાણે છે અને જાલિમોનો કોઈ મદદગાર નથી.

તફસીર(સમજુતી):-

નજરનો મતલબ છે કે મારું ફલાણું કામ થઈ જશે અથવા ફલાણુ દુ:ખ દૂર થઈ જશે તો હું અલ્લાહના માર્ગમાં આટલો સદકો કરીશ, આ નજરને પૂરી કરવી જરૂરી છે. જો કોઈ નાફરમાની અથવા નાજાઈઝ કામની નજર માને તો તેને પૂરી કરવી જરૂરી નથી. નજર પણ નમાઝ અને રોઝાની જેમ ઈબાદત છે. એટલા માટે અલ્લાહના સિવાય બીજા કોઈની નજર માનવી તેની ઈબાદત છે જે શિર્ક છે, જેમ કે આજકાલ મશહૂર મઝારો પર નજર અને ચઢાવાના કામો સામાન્ય છે, અલ્લાહ તઆલા આ શિર્કથી બચાવે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92