સુરહ બકરહ 265,266


PART:-145
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
        આયત નં.:-265,266              
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَثَلُ الَّذِيۡنَ يُنۡفِقُوۡنَ اَمۡوَالَهُمُ ابۡتِغَآءَ مَرۡضَاتِ اللّٰهِ وَ تَثۡبِيۡتًا مِّنۡ اَنۡفُسِهِمۡ كَمَثَلِ جَنَّةٍۢ بِرَبۡوَةٍ اَصَابَهَا وَابِلٌ فَاٰتَتۡ اُكُلَهَا ضِعۡفَيۡنِ‌ۚ فَاِنۡ لَّمۡ يُصِبۡهَا وَابِلٌ فَطَلٌّ‌ؕ وَاللّٰهُ بِمَا تَعۡمَلُوۡنَ بَصِيۡرٌ(265)

265).તે લોકોનું દૃષ્ટાંત જેઓ પોતાનો માલ અલ્લાહ(તઆલા)ની મરજી પ્રાપ્ત કરવા રાજીખુશીથી અને વિશ્વાસ સાથે ખર્ચ કરે છે, તે બગીચા જેવું છે જે ઊંચી જમીન પર હોય અને ધોધમાર વર્ષોથી પોતાના ફળ બમણા લાવી દે, અને જો વર્ષા ન પણ હોય તો (ફુહાર)
છંટકાવ જ કાફી છે, અને અલ્લાહ (તઆલા) તમારા કર્મોને જોઈ રહ્યો છે.

તફસીર(સમજુતી):-

આ એવા એહલે ઈમાનવાળાઓની મિસાલ છે જે પોતાનો માલ ફક્ત અલ્લાહ ની ખુશી મેળવવા માટે ખર્ચ કરે છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَيَوَدُّ اَحَدُكُمۡ اَنۡ تَكُوۡنَ لَهٗ جَنَّةٌ مِّنۡ نَّخِيۡلٍ وَّاَعۡنَابٍ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهَا الۡاَنۡهٰرُۙ لَهٗ فِيۡهَا مِنۡ كُلِّ الثَّمَرٰتِۙ وَاَصَابَهُ الۡكِبَرُ وَلَهٗ ذُرِّيَّةٌ ضُعَفَآءُ  ۖۚ فَاَصَابَهَاۤ اِعۡصَارٌ فِيۡهِ نَارٌ فَاحۡتَرَقَتۡ‌ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمُ الۡاٰيٰتِ لَعَلَّكُمۡ تَتَفَكَّرُوۡنَ(266)

266).શું તમારામાંથી કોઈ પણ એવું ઈચ્છે છે કે તેના ખજૂરો અને દ્રાક્ષના બગીચા હોય, જેમાં નહેરો વહેતી હોય અને દરેક પ્રકારના ફળ હાજર હોય, તે માણસને ઘડપણ આવી ગયું હોય, તેના નાના-નાના બાળકો પણ હોય અને અચાનક બગીચાને લૂ-નો સપાટો લાગી જાય
જેમાં આગ પણ હોય જેનાથી બગીચો સળગી જાય, આ રીતે અલ્લાહ (તઆલા) તમારા માટે નિશાનીઓનું વર્ણન કરે છે જેથી તમે ફિકર કરી શકો.

તફસીર(સમજુતી):-

આ આયતમા રીયાકારી એટલે કે દેખાડો કરવાના નુકશાન વિશે દલીલ આપવામાં આવી છે અને તેનાથી બચવાનુ કેહવામા આવે છે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92