સુરહ બકરહ 267,268

PART:-146
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-267,268             
                       
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اَنۡفِقُوۡا مِنۡ طَيِّبٰتِ مَا كَسَبۡتُمۡ وَمِمَّاۤ اَخۡرَجۡنَا لَـكُمۡ مِّنَ الۡاَرۡضِ ۖ وَلَا تَيَمَّمُوا الۡخَبِيۡثَ مِنۡهُ تُنۡفِقُوۡنَ وَلَسۡتُمۡ بِاٰخِذِيۡهِ اِلَّاۤ اَنۡ تُغۡمِضُوۡا فِيۡهِ‌ؕ وَاعۡلَمُوۡۤا اَنَّ اللّٰهَ غَنِىٌّ حَمِيۡدٌ(267)

267).હે ઈમાનવાળાઓ! પોતાની હલાલ કમાઈમાંથી અને ધરતીમાંથી તમારા માટે અમારી કાઢેલી વસ્તુઓમાંથી ખર્ચ કરો. તેમાંથી ખરાબ વસ્તુઓને ખર્ચ
કરવાનો ઈરાદો ન કરતા જેને તમે પોતે લેવાવાળા નથી, હા! જો આંખો બંધ કરી લો તો, અને જાણી લો અલ્લાહ (તઆલા) બેનિયાઝ અને પ્રશંસાવાળો
(ખૂબીઓવાળો) છે.

તફસીર(સમજુતી):-

અથવા જેવી રીતે તમે પોતે બેકાર વસ્તુઓ લેવાનું સારૂ નથી સમજતા, તેવી જ રીતે અલ્લાહના માર્ગમાં સારી વસ્તુઓ જ ખર્ચ કરો.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلشَّيۡطٰنُ يَعِدُكُمُ الۡـفَقۡرَ وَيَاۡمُرُكُمۡ بِالۡفَحۡشَآءِ‌ ۚ وَاللّٰهُ يَعِدُكُمۡ مَّغۡفِرَةً مِّنۡهُ وَفَضۡلًا ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيۡمٌۚ(268)

268).શયતાન તમને ગરીબીથી ડરાવે છે, અને બેશરમીનો હુકમ આપે છે અને અલ્લાહ (તઆલા)
તમને પોતાની રહમત અને ફઝલનો વાયદો કરે છે. અલ્લાહ (તઆલા) ઘણો મહેરબાન અને ઈલ્મવાળો છે

તફસીર(સમજુતી):-

એટલે કે નેક કામમાં માલ ખર્ચ કરવાનો હોય, તો શયતાન એવો ડર પેદા કરે છે તમે ગરીબ અને ભિખારી થઈ જશો, પરંતુ ખરાબ કામોમાં વ્યર્થ કરવામાં આવા વિચારોને નજીક પણ આવવા નથી દેતો પરંતુ તે બુરા કામોને એવી રીતે શણગારીને રજુ કરે છે કે તેમના માટે છુપાયેલી ઈચ્છાઓ એવી રીતે જાગી જાય છે કે તેના પર માણસ
મોટો માલ ખર્ચ કરી નાખે છે,

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92