સુરહ બકરહ 219,220

PART:-122
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-219,220
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَسۡــئَلُوۡنَكَ عَنِ الۡخَمۡرِ وَالۡمَيۡسِرِ‌ؕ قُلۡ فِيۡهِمَآ اِثۡمٌ کَبِيۡرٌ وَّمَنَافِعُ لِلنَّاسِ وَاِثۡمُهُمَآ اَکۡبَرُ مِنۡ نَّفۡعِهِمَا ؕ وَيَسۡــئَلُوۡنَكَ مَاذَا يُنْفِقُونَ قُلِ الۡعَفۡوَ‌ؕ كَذٰلِكَ يُبَيِّنُ اللّٰهُ لَـكُمُ الۡاٰيٰتِ لَعَلَّکُمۡ تَتَفَكَّرُوۡنَۙ(219)

219).લોકો તમારાથી દારૂ અને જુગારના વિષે સવાલ કરે છે. તમે કહી દો આ બંનેમાં મોટો ગુનોહ છે, અને લોકોને તેનાથી દુનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેનો ગુનોહ તેના ફાયદાથી ઘણો વધારે છે, તમારાથી એ પણ પૂછે છે કે શું ખર્ચ કરીએ, તમે કહી દો જે જરૂરતથી વધારે હોય, અલ્લાહ (તઆલા) આવી જ રીતે પોતાનો
આદેશ સ્પષ્ટ રીતે તમારા માટે વર્ણન કરે છે કે તમે સમજી વિચારી શકો.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِؕ وَيَسۡــئَلُوۡنَكَ عَنِ الۡيَتٰمٰىؕ قُلۡ اِصۡلَاحٌ لَّهُمۡ خَيۡرٌ ؕ وَاِنۡ تُخَالِطُوۡهُمۡ فَاِخۡوَانُكُمۡ‌ؕ وَاللّٰهُ يَعۡلَمُ الۡمُفۡسِدَ مِنَ الۡمُصۡلِحِ‌ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَاَعۡنَتَكُمۡؕ اِنَّ اللّٰهَ عَزِيۡزٌ حَكِيۡمٌ(220)

220).દુનિયા અને આખિરતના અમલોના, અને તમારાથી અનાથોના વિષે પણ સવાલ કરે છે. તમે કહી દો કે તેમનું ભલું કરવું જ સારૂ છે, તમે જો તમારો માલ તેમના માલમાં ભેળવી પણ દો તો તે તમારા ભાઈ છે, બુરી નિયત અને નેક નિયત બધાને અલ્લાહ પૂરી રીતે જાણે છે, અને જો અલ્લાહ ઈચ્છત તો તમને તકલીફમાં નાખી દેત, બેશક અલ્લાહ (તઆલા)જબરદસ્ત અને હિકમતવાળો છે.

તફસીર(સમજુતી):-

જયારે અનાથોના માલને જુલમ કરીને ખાનારાઓ માટે સખત સજાનો હુકમ આવ્યો, તો સહાબા ગભરાઈ ગયા અને અનાથોની દરેક વસ્તુ અલગ કરી દીધી ત્યાં સુધી કે ખાવા-પીવાનું પણ અલગ કરી દીધું, જો તેમના ખાવા-પીવાની વસ્તુ વધતી, તો તેને ઉપયોગમાં ન લાવતા, જેનાથી તે વસ્તુ ખરાબ થઈ જતી, એ ડરથી કે કંઈ આ સજાના હકદાર ન બનાવી દેવામાં આવે તેના પર આ આયત ઉતરી. (ઈબ્ને કસીર)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92