સુરહ બકરહ 217,218

PART:-121
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
        આયત નં.:-217,218
                     

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَسۡــئَلُوۡنَكَ عَنِ الشَّهۡرِ الۡحَـرَامِ قِتَالٍ فِيۡهِ‌ؕ قُلۡ قِتَالٌ فِيۡهِ كَبِيۡرٌ ‌ؕ وَصَدٌّ عَنۡ سَبِيۡلِ اللّٰهِ وَ کُفۡرٌ ۢ بِهٖ وَالۡمَسۡجِدِ الۡحَـرَامِ وَاِخۡرَاجُ اَهۡلِهٖ مِنۡهُ اَكۡبَرُ عِنۡدَ اللّٰهِ ‌‌ۚ وَالۡفِتۡنَةُ اَکۡبَرُ مِنَ الۡقَتۡلِ‌ؕ وَلَا يَزَالُوۡنَ يُقَاتِلُوۡنَكُمۡ حَتّٰى يَرُدُّوۡكُمۡ عَنۡ دِيۡـنِکُمۡ اِنِ اسۡتَطَاعُوۡا ‌ؕ وَمَنۡ يَّرۡتَدِدۡ مِنۡكُمۡ عَنۡ دِيۡـنِهٖ فَيَمُتۡ وَهُوَ کَافِرٌ فَاُولٰٓئِكَ حَبِطَتۡ اَعۡمَالُهُمۡ فِى الدُّنۡيَا وَالۡاٰخِرَةِ ‌‌ۚ وَاُولٰٓئِكَ اَصۡحٰبُ النَّارِ‌‌ۚ هُمۡ فِيۡهَا خٰلِدُوۡنَ(217)

217).લોકો તમારાથી હુરમતવાળા મહિનામાં લડાઈના
વિષે સવાલ કરે છે, તમે કહી દો તેમાં લડવુ બહુ મોટો ગુનોહ છે, પરંતુ અલ્લાહના માર્ગથી રોકવું, તેની સાથે કુફ્ર કરવું, મસ્જિદે હરામથી રોકવું અને ત્યાંના
રહેનારાઓને ત્યાંથી કાઢી મૂકવા અલ્લાહની નજીક તેનાથી પણ મોટો ગુનોહ છે અને ફિત્નો કતલથી પણ મોટો ગુનોહ છે,' આ લોકો તમારાથી લડાઈ-ઝઘડા
કરતા જ રહેશે ત્યાં સુધી કે જો તેમનાથી થઈ શકે તો તમને તમારા ધર્મથી ફેરવી દે અને તમારામાંથી જે લોકો પોતાના ધર્મથી ફરી જાય અને તે જ કુફ્રની હાલતમાં મરે, તો તેમના દુનિયા અને આખિરતના બધા કર્મો બરબાદ થઈ ગયા, આ લોકો જહન્નમી હશે અને
હંમેશા જહન્નમમાં જ રહેશે.

તફસીર(સમજુતી):-

૨જબ, ઝીલકદ, ઝીલહજ અને મોહર્રમ આ ચાર મહિના અજ્ઞાનકાળમાં પણ હુરમતવાળા મહિના માનવામાં આવતા જેમાં કતલ અને યુધ્ધ કરવું સારું નહોતું સમજવામાં આવતુ, ઈસ્લામે પણ તેના એહતેરામને તેવો જ રાખ્યો.

જયારે તેઓ પોતાની ચાલો અને સાઝિશો અને તમને મુર્તદ (ઈસ્લામ ધર્મથી ફરી જનારા) બનાવવાની કોશિશથી અટકવાના ન હતા, તો પછી તમે તેમનો સામનો કરવામાં હુરમતવાળા મહિનાના કારણે શા માટે રોકાઈ રહ્યા છો?

જે ઈસ્લામ ધર્મથી ફરી જાય એટલે કે મુર્તદ થઈ જાય (જો તે માફી ન માગે) તો તેની દુનિયાની સજા કતલ છે. (સહીહ બુખારી, હદીસ , 3017, કિતાબુલ જિહાદ) આ આયતમાં તેની આખિરતની સજાનું બયાન છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا وَالَّذِيۡنَ هَاجَرُوۡا وَجَاهَدُوۡا فِىۡ سَبِيۡلِ اللّٰهِۙ اُولٰٓئِكَ يَرۡجُوۡنَ رَحۡمَتَ اللّٰهِؕ وَاللّٰهُ غَفُوۡرٌ رَّحِيۡمٌ(218)

218).હા, જેમણે ઈમાન કબૂલ કર્યું અને હિજરત કરી અને અલ્લાહના માર્ગમાં જિહાદ કર્યો (ધર્મની સુરક્ષા માટે અલ્લાહના માર્ગમાં લડવું) તેઓ જ અલ્લાહની
રહમતની ઉમ્મીદ રાખે છે અને અલ્લાહ (તઆલા) માફ કરનાર મહેરબાન છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92