સુરહ બકરહ 215,216
PART:-120
(Quran-Section)
(Quran-Section)
      (2)સુરહ બકરહ
આયત નં.:-215,216
                       
આયત નં.:-215,216
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
يَسۡــئَلُوۡنَكَ مَاذَا يُنۡفِقُوۡنَ ؕ قُلۡ مَآ اَنۡفَقۡتُمۡ مِّنۡ خَيۡرٍ فَلِلۡوَالِدَيۡنِ وَالۡاَقۡرَبِيۡنَ وَالۡيَتٰمٰى وَالۡمَسٰكِيۡنِ وَابۡنِ السَّبِيۡلِؕ وَمَا تَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ فَاِنَّ اللّٰهَ بِهٖ عَلِيۡمٌ(215)
215).તમને પૂછે છે કે તેઓ શું ખર્ચ કરે, તમે કહી દો જે
માલ તમે ખર્ચ કરો તે માતા-પિતા માટે, રિશ્તેદારો,અનાથો અને ગરીબો તથા મુસાફરોના માટે છે અને તમે જે કંઈ ભલાઈ કરશો અલ્લાહ (તઆલા)ને તેનું ઈલ્મ છે.
માલ તમે ખર્ચ કરો તે માતા-પિતા માટે, રિશ્તેદારો,અનાથો અને ગરીબો તથા મુસાફરોના માટે છે અને તમે જે કંઈ ભલાઈ કરશો અલ્લાહ (તઆલા)ને તેનું ઈલ્મ છે.
તફસીર(સમજુતી):-
આ આયત નફલી ખૈરાત વિષે છે ઝકાત માટે નહીં કારણકે ઝકાતની રકમ મા-બાપ પર ખર્ચ કરવી જાઈઝ નથી(ઈબ્ને કસીર)
 
☘☘☘☘☘☘☘☘☘☘☘
☘☘☘☘☘☘☘☘☘☘☘
كُتِبَ عَلَيۡکُمُ الۡقِتَالُ وَهُوَ كُرۡهٌ لَّـكُمۡۚ وَعَسٰۤى اَنۡ تَكۡرَهُوۡا شَيۡــئًا وَّهُوَ خَيۡرٌ لَّـکُمۡۚ وَعَسٰۤى اَنۡ تُحِبُّوۡا شَيۡــئًا وَّهُوَ شَرٌّ لَّـكُمۡؕ وَاللّٰهُ يَعۡلَمُ وَاَنۡـتُمۡ لَا تَعۡلَمُوۡنَ(216)
216).તમારા પર જિહાદ ફર્ઝ કરવામાં આવ્યો, ભલે ને તે તમારા માટે કઠિન માલુમ થાય, હોઈ શકે કે તમે કોઈ વસ્તુને ખરાબ સમજો અને હકીકતમાં તે તમારા માટે
સારી હોય, અને એ પણ થઈ શકે છે કે તમે જે વસ્તુને સારી સમજો. અને તે તમારા માટે ખરાબ હોય, સાચુ ઈલ્મ તો અલ્લાહને જ છે તમે ફક્ત અજાણ છો.
સારી હોય, અને એ પણ થઈ શકે છે કે તમે જે વસ્તુને સારી સમજો. અને તે તમારા માટે ખરાબ હોય, સાચુ ઈલ્મ તો અલ્લાહને જ છે તમે ફક્ત અજાણ છો.
તફસીર(સમજુતી):-
જેહાદ ના હુકમની એક મિશાલ આપીને એહલે ઈમાનવાળાઓ ને સમજાવવામાં આવે છે અલ્લાહ ના દરેક આદેશ નુ પાલન કરો, પછી ભલે એ વસ્તુ તમને ખરાબ લાગે પરંતુ હકીકતમાં તે પાછળથી તમારા માટે સારી હોય શકે ભવિષ્યમાં શું થશે તેની ખબર ફક્ત અલ્લાહ ને જ છે તમે તે બાબત થી અજાણ છો