સુરહ અલ્ અઅ્-રાફ 96,97,98,99

 PART:-494

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


ઈમાનની સાથે બરકત અને કુફ્રની સાથે પકડ   


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 09 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 96,97,98,99 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


وَلَوۡ اَنَّ اَهۡلَ الۡقُرٰٓى اٰمَنُوۡا وَاتَّقَوۡا لَـفَتَحۡنَا عَلَيۡهِمۡ بَرَكٰتٍ مِّنَ السَّمَآءِ وَالۡاَرۡضِ وَلٰـكِنۡ كَذَّبُوۡا فَاَخَذۡنٰهُمۡ بِمَا كَانُوۡا يَكۡسِبُوۡنَ‏(96)


اَفَاَمِنَ اَهۡلُ الۡـقُرٰٓى اَنۡ يَّاۡتِيَهُمۡ بَاۡسُنَا بَيَاتًا وَّهُمۡ نَآئِمُوۡنَؕ‏(97)


اَوَاَمِنَ اَهۡلُ الۡقُرٰٓى اَنۡ يَّاۡتِيَهُمۡ بَاۡسُنَا ضُحًى وَّهُمۡ يَلۡعَبُوۡنَ(98)


اَفَاَمِنُوۡا مَكۡرَ اللّٰهِ‌ ۚ فَلَا يَاۡمَنُ مَكۡرَ اللّٰهِ اِلَّا الۡقَوۡمُ الۡخٰسِرُوۡنَ(99)


(96). અને જો તે વસ્તીઓમાં રહેનારા લોકો ઈમાન લાવતા અને પરહેઝગારીનું વલણ અપનાવતા તો અમે આકાશ અને ધરતીની બરકતો (સમૃદ્ધિ)ના દરવાજા તેમના ઉપર ખોલી દેતા, પરંતુ તેમણે જૂઠાડયા તો અમે તેમને તેમની બૂરાઈઓના કારણે પકડી લીધા.


(97). શું પછી પણ આ વસ્તીઓના રહેનારા એ વાતથી નિર્ભય થઈ ગયા છે કે તેમના ઉપર અમારો અઝાબ રાત્રિના સમયે આવી પડે જે સમયે તેઓ ઊંઘતા હોય?


(98). અને શું તે વસ્તીઓના રહેનારા એ વાતથી નિશ્ચિત થઈ ગયા છે કે તેમના ઉપર અમારો અઝાબ દિવસ ચડયે આવી જાય જે સમયે તેઓ રમતમાં મશગુલ હોય?


(99). શું તેઓ અલ્લાહની યોજનાથી ડરતા નથી? જો કે અલ્લાહની યોજનાથી નુકસાન પામનારા લોકો જ ડરતા નથી.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


આ આયતમાં અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે ઈમાન અને તકવો જે વસ્તીના લોકો અપનાવી લે તેમના ઉપર અલ્લાહ તઆલા આકાશ અને ધરતીના સમૃધ્ધિના દરવાજા ખોલી નાખે છે એટલે કે જરૂરિયાત મુજબ આકાશમાંથી વર્ષા કરે છે અને ધરતીને તેનાથી સિંચાઈ કરી ઉપજ વધારે છે પરિણામે પ્રગતિ અને ખુશહાલી થાય છે, પરંતુ તેના વિરૂધ્ધ જૂઠાડનારી અને કુફ્રનો રસ્તો અપનાવનારી કોમ અલ્લાહના અઝાબને લાયક બને છે, પછી ખબર નથી પડતી કે રાત-દિવસમાં ક્યારે અઝાબ આવી પડે અને વસ્તીને એક જ ક્ષણમાં વેરાન બનાવીને રાખી દે, એટલા માટે અલ્લાહના આ અઝાબોથી બેફિકર થવું જોઈએ નહિ, આ બેફિકરીનું પરિણામ ફક્ત નુકસાન સિવાય કંઈ જ નથી (મકર)નો અર્થ સમજવા માટે જુઓ સૂર: ઈમરાન-54ની તફસીર.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92