સુરહ અલ્ અઅ્-રાફ 93,94,95

 PART:-493

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


બદનસીબ વસ્તીઓને પહેલાં આજમાઈશ પછી અઝાબ  


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 09 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 93,94,95 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


فَتَوَلّٰى عَنۡهُمۡ وَقَالَ يٰقَوۡمِ لَقَدۡ اَبۡلَغۡتُكُمۡ رِسٰلٰتِ رَبِّىۡ وَنَصَحۡتُ لَـكُمۡ‌ۚ فَكَيۡفَ اٰسٰی عَلٰى قَوۡمٍ كٰفِرِيۡنَ(93)


(93). તે સમયે શુઐબ તેમનાથી મોઢું ફેરવી ચાલ્યા ગયા અને કહેવા લાગ્યા કે, “હે મારી કોમના લોકો! મેં પોતાના રબનો સંદેશો તમને પહોંચાડી દીધો અને મેં તમારી શુભ ચિંતા કરી, પછી હું તે કાફિરો પર શા માટે દુ:ખી થાઉં?"


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


અઝાબ અને તબાહી પછી શુઐબ ત્યાં થી જતાં રહ્યાં અને જઝબાત માં આવીને કહ્યું કે જ્યારે મેં તેમને હકની તબલીગ અદા કરી દીધી અને મારા રબનો સંદેશો પહોંચાડી દીધો તો હવે હું આવા લોકો માટે અફસોસ કરું તો કેમ કરું? જે આના પછી પણ કુફ્ર અને શિર્ક પર જામેલા જ રહ્યા.

=======================


وَمَاۤ اَرۡسَلۡنَا فِىۡ قَرۡيَةٍ مِّنۡ نَّبِىٍّ اِلَّاۤ اَخَذۡنَاۤ اَهۡلَهَا بِالۡبَاۡسَآءِ وَالضَّرَّآءِ لَعَلَّهُمۡ يَضَّرَّعُوۡنَ(94)


(94). ક્યારેય એવું નથી બન્યું કે અમે કોઈ વસ્તીમાં નબી મોકલ્યા હોય અને ત્યાંના રહેવાસીઓને અમે બીમારી અને ગરીબીથી ન પકડ્યા હોય જેથી તેઓ કરગરે (વિનમ્રતા અપનાવે).


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


આનાથી આશય એ કે જ્યારે પણ કોઈ વસ્તીમાં નબીને મોકલવામાં આવે તો ત્યાં ના લોકો નબી ને જુઠલાવે તો અમે બીમારી અને તંગદસ્તીથી તકલીફ આપીએ છીએ આનો મકસદ એ કે તેઓ પોતાના રબના તરફ રુજૂઅ થાય,અને વિનમ્રતા અપનાવે તેની બારગાહ માં કરગરે.

=======================


ثُمَّ بَدَّلۡـنَا مَكَانَ السَّيِّئَةِ الۡحَسَنَةَ حَتّٰى عَفَوْا وَّقَالُوۡا قَدۡ مَسَّ اٰبَآءَنَا الضَّرَّآءُ وَالسَّرَّآءُ فَاَخَذۡنٰهُمۡ بَغۡتَةً وَّهُمۡ لَا يَشۡعُرُوۡنَ(95)


(95). પછી અમે તેમની દુર્દશાને ખુશહાલીમાં બદલી નાખી, ત્યાં સુધી કે જ્યારે તેઓ ખુશહાલ થઈ ગયા અને કહેવા લાગ્યા કે, “અમારા પૂર્વજોને પણ દુઃખ અને રાહતનો સામનો કરવો પડ્યો, તો અમે અચાનક તેમને પકડી લીધા અને તેમને ખબર પણ ન હતી.”


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


એટલે કે બીમારી અને ગરીબી નાખ્યા પછી પણ તેઓ રુજૂએ ઈલાહી તરફ ન આવ્યા એટલે તેમની તંગદસ્તી ને ખુશહાલી અને બીમારી ને તંદુરસ્તી માં બદલી નાખી, જેથી અલ્લાહનો શુક્ર કરે પરંતુ આવુ કરવાથી પણ તેમનામાં કોઈ તબદીલી ન આવી અને તેમણે કહ્યું આ તો હંમેશાંથી ચાલતું આવ્યું છે, ક્યારેક તંગી તો ક્યારેક ખુશહાલી તો ક્યારેક બીમારી તો ક્યારેક તંદુરસ્તી તો ક્યારેક ફકીરી તો ક્યારેક અમીરી,


એટલે કે તેમનો પહેલો ઈલાજ તંગદસ્તીવાળો કારગર સાબિત ના થયો અને ના ખુશહાલીવાળો, તેઓ આને કુદરતી નિયમ સમજીને રહ્યા પણ કુદરતે ઈલાહી અને તેના ઈરાદાને સમજવામાં નાકામ રહ્યા પછી અચાનક જ અઝાબે ઈલાહી એ તેમને પકડી લીધાં.


એટલા માટે હદીસ માં આવ્યું છે કે મોમિનો ને આરામ અને રાહત મળે તો અલ્લાહનો શુક્ર કરે છે અને તકલીફ માં સબ્ર થી કામ લે છે આમ બન્ને હાલતો માં તેમના માટે ખૈર અને અજર્ હોય છે. (સહીહ મુસ્લિમ)


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92