સુરહ અલ્ અન્-આમ 152,153

 PART:-451


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

 સફળતા માટે સિરાતે મુસ્તકિમ (સીધો રસ્તો) પર ચાલો

         

=======================        

     

        પારા નંબર:- 08

        (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:- 152,153


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلَا تَقۡرَبُوۡا مَالَ الۡيَتِيۡمِ اِلَّا بِالَّتِىۡ هِىَ اَحۡسَنُ حَتّٰى يَبۡلُغَ اَشُدَّهٗ‌ ۚ وَاَوۡفُوۡا الۡكَيۡلَ وَالۡمِيۡزَانَ بِالۡقِسۡطِ‌ ۚ لَا نُـكَلِّفُ نَفۡسًا اِلَّا وُسۡعَهَا‌ ۚ وَاِذَا قُلۡتُمۡ فَاعۡدِلُوۡا وَلَوۡ كَانَ ذَا قُرۡبٰى‌‌ ۚ وَبِعَهۡدِ اللّٰهِ اَوۡفُوۡا‌ ؕ ذٰ لِكُمۡ وَصّٰٮكُمۡ بِهٖ لَعَلَّكُمۡ تَذَكَّرُوۡنَ(152)


(152). અને અનાથના માલની નજીક ન જાઓ, પરંતુ ઘણા સારા તરીકાથી ત્યાં સુધી કે તે પુખ્ત ઉંમરે પહોંચી જાય, અને ન્યાયની સાથે તોલમાપ પૂરો કરો, અમે કોઈની ઉપર તેની તાકાતથી વધારે બોજ નથી રાખતા, અને જ્યારે બોલો તો ન્યાય કરો, ભલે ને તે નજીકના રિશ્તેદાર કેમ ન હોય, અને અલ્લાહથી કરેલ વાયદાને પૂરો કરો, તેણે તમને આનો જ હુકમ આપ્યો છે જેથી તમે યાદ રાખો.


તફસીર(સમજુતી):-


જે અનાથની પરવરિશ તમારા હકમાં આવે, તેના માટે સારૂ વિચારવું તમારૂ કર્તવ્ય છે, તેની ભલાઈ માટે જરૂરી છે કે જો તેના પાસે માલ હોય એટલે કે વિરાસતમાંથી તેને હિસ્સો મળ્યો છે ભલે રોકડ હોય અથવા જમીન જાયદાતના સ્વરૂપમાં, જો તે વખતે તે તેને સલામત રાખવા માટે સક્ષમ ન હોય તો તેના માલની તે વખતે કોઈ લાલચ વગર રક્ષા કરવામાં આવે જયાં સુધી તે પુખ્ત ન થઈ જાય, એવું ન થાય કે તેના પુખ્ત થતા પહેલા તેનો માલ, જમીન અને જાયદાતને ઠેકાણે કરી દેવામાં આવે.


તોલ-માપમાં કમી કરવી, લેતી વખતે પુરૂં તોલ-માપ કરવું. પરંતુ આપતી વખતે એવું ન કરવું, બલ્કે ડંડી મારી બીજાને ઓછું આપવું એ ખૂબજ નીચ અને અસભ્ય વાત છે. હજરત શુએબની કોમમાં આ જ રોગ હતો જે તેમની તબાહીનું કારણ બન્યું.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاَنَّ هٰذَا صِرَاطِىۡ مُسۡتَقِيۡمًا فَاتَّبِعُوۡهُ‌ ۚ وَلَا تَتَّبِعُوۡا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمۡ عَنۡ سَبِيۡلِهٖ‌ ؕ ذٰ لِكُمۡ وَصّٰٮكُمۡ بِهٖ لَعَلَّكُمۡ تَتَّقُوۡنَ(153)


(153). અને આ જ મારો સીધો રસ્તો છે એટલા માટે તેના ઉપર જ ચાલો અને બીજા રસ્તાઓ ઉપર ન ચાલો નહિ તો તમને તેના રસ્તાથી હટાવી દેશે. તેણે તમને આનો જ હુકમ આપ્યો છે જેથી તમે સલામત રહો.


તફસીર સમજુતી):-


"આ" થી મુરાદ કુરઆન મજીદ છે અથવા ઈસ્લામ ધર્મ અથવા તે હુકમો જે શ્રેષ્ઠતાથી આ આયતમાં વર્ણન કરવામાં આવ્યા છે અને તે છે એકેશ્વરવાદ (તૌહીદ), મૃત્યુ પછીનું પરિણામ અને રિસાલત અને આ જ ઈસ્લામ ધર્મની ત્રણ બુનિયાદ છે જેની ધરી પર ઈસ્લામી કાનૂન ફરી રહ્યા છે એટલા માટે તેનો જે પણ મતલબ લેવામાં આવે એક જ છે.


"સીધો માર્ગ” ને એકવચનના સ્વરૂપમાં વર્ણન કરેલ છે કેમ કે અલ્લાહનો અથવા કુરઆનનો અને રસૂલ(ﷺ) નો માર્ગ એક જ છે એકથી વધારે નથી એટલા માટે અનુસરણ ફક્ત તે એક જ માર્ગનું કરવાનું છે કોઈ બીજાનું નહિ.

આ મુસલમાન ઉમ્મતની એકતા અને અખંડિતતાની બુનિયાદ છે. જેનાથી હટીને આ ઉમ્મત ઘણા ફિરકાઓમાં વહેંચાઈ ગઈ છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92