સુરહ અલ્ અન્-આમ 151

 PART:-450


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

આ અલ્લાહના હુકમ છે તેનું પાલન જરૂરી છે

            

=======================        

     

        પારા નંબર:- 08

        (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:- 151


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ تَعَالَوۡا اَتۡلُ مَا حَرَّمَ رَبُّكُمۡ عَلَيۡكُمۡ‌ اَلَّا تُشۡرِكُوۡا بِهٖ شَيۡئًـــا وَّبِالۡوَالِدَيۡنِ اِحۡسَانًا‌ ۚ وَلَا تَقۡتُلُوۡۤا اَوۡلَادَكُمۡ مِّنۡ اِمۡلَاقٍ‌ؕ نَحۡنُ نَرۡزُقُكُمۡ وَاِيَّاهُمۡ‌ ۚ وَلَا تَقۡرَبُوا الۡفَوَاحِشَ مَا ظَهَرَ مِنۡهَا وَمَا بَطَنَ‌ ۚ وَلَا تَقۡتُلُوا النَّفۡسَ الَّتِىۡ حَرَّمَ اللّٰهُ اِلَّا بِالۡحَـقِّ‌ ؕ ذٰ لِكُمۡ وَصّٰٮكُمۡ بِهٖ لَعَلَّكُمۡ تَعۡقِلُوۡنَ(151)


(151). તમે કહી દો કે આવો હું પઢીને સંભળાઉ કે તમને તમારા રબે શાનાથી મનાઈ કરી છે. તે એ કે તેના સાથે કોઈ વસ્તુને શરીક ન કરો, અને માતા-પિતા સાથે ભલુ વર્તન કરો, અને પોતાની સંતાનને ગરીબીના કારણે કતલ ન કરો, અમે તમને અને તેમને રોજી પ્રદાન કરીએ છીએ, અને ખુલી તથા છૂપી અશ્લિલ વાતોની નજીક ન જાઓ અને તે જીવ ને જેણે અલ્લાહે મના કરેલ છે ક્તલ ન કરો, પરંતુ સત્યની સાથે, તેણે તમને આનો જ હુકમ આપ્યો છે જેથી તમે સમજો.


તફસીર(સમજુતી):-


એટલે કે હરામ તે નથી જેને તમે કોઈ ધાર્મિક સાબિતી વગર ફક્ત પોતાની જૂઠી શંકાના આધારે હરામ બનાવી દીધા છે, બલ્કે હરામ તો તે વસ્તુ છે જેને તમારા રબે હરામ કરી, કેમકે તમને પેદા કરવાવાળો તમારો રબ છે અને દરેક વસ્તુનું તેને જ ઈલ્મ છે, એટલા માટે તેને જ હક છે કે તે જે વસ્તુને ઈચ્છે હલાલ અને જે વસ્તુને ઈચ્છે હરામ કરે, એટલા માટે હું તમને તે વાતોની વિસ્તૃતમાં જાણકારી આપુ છું જેની ચેતવણી તમારા રબ આપી છે.


અલ્લાહ તઆલાના એક હોવા અને તેના હુકમનું પાલન કરવા છતાં પણ (અને કુરઆનમાં બીજી જગ્યાએ પાણ) માતા-પિતા સાથે દયાભાવ રાખવાનો હુકમ આપવામાં આવ્યો છે જેનાથી સ્પષ્ટ થાય છે કે રબના હુકમનું પાલન છતાં માતા-પિતાના હુકમના પાલનમાં મોટી શ્રેષ્ઠતા છે, જો કોઈએ આ હુકમ (માતા-પિતાના હુકમનું પાલન અને તેમના સાથે સદવર્તન કરવાની) જરૂરીયાતને પૂરી ન કરી તે અલ્લાહના હુકમનું પાલન પણ નથી કરી શક્તો અને તેમાં પણ નિષ્ઠા રહેશે.


અજ્ઞાનતાના સમયનું આ ઘણું જ ખરાબ કામ આજે પણ પરિવાર નિયોજનના સ્વરૂપમાં જોવા મળે છે અને સમગ્ર દુનિયામાં તેના પ્રચાર અને પ્રસારનું કામ થઈ રહ્યું છે, અલ્લાહ તઆલા તેનાથી સલામત રાખે.


"જેણે અલ્લાહે મના કરેલ છે ક્તલ ન કરો, પરંતુ સત્યની સાથે" એટલે કે બદલાની રીતે ન ફક્ત જાઈઝ છે, બલ્કે જો મરનારના રિશ્તેદારો માફ ન કરે તો આ કતલ ઘણુ જરૂરી થઈ જાય છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92