સુરહ અલ્ અન્-આમ 147,148

 PART:-448


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          ગુનેહગારો ઉપર અઝાબ

              ટાળવામાં નહીં આવે


=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:-147,148


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَاِنۡ كَذَّبُوۡكَ فَقُلْ رَّبُّكُمۡ ذُوۡ رَحۡمَةٍ وَّاسِعَةٍ‌ ۚ وَلَا يُرَدُّ بَاۡسُهٗ عَنِ الۡقَوۡمِ الۡمُجۡرِمِيۡنَ(147)


(147). જો તેઓ તમને જૂઠાડે તો કહો કે તમારા રબ (અલ્લાહ)ની કૃપા ઘણી વિશાળ છે અને તેનો અઝાબ ગુનેહગારો ઉપરથી ટાળવામાં નથી આવતો.


તફસીર(સમજુતી):-


"કૃપા ઘણી વિશાળ છે" એટલે કે નફરમાની કરવા છતાં અઝાબ આપવામાં જલ્દી નથી કરતો.


"અઝાબ ગુનેહગારો ઉપરથી ટાળવામાં નથી આવતો." એટલે કે મોહલત આપવાનો મતલબ એ નથી કે કાયમ માટે અઝાબથી બચી જશો, પરંતુ અલ્લાહ જ્યારે અઝાબ આપવાનો ફેંસલો કરશે તો તેને ટાળવા વાળું કોઈ જ નથી.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


سَيَـقُوۡلُ الَّذِيۡنَ اَشۡرَكُوۡا لَوۡ شَآءَ اللّٰهُ مَاۤ اَشۡرَكۡنَا وَلَاۤ اٰبَآؤُنَا وَلَا حَرَّمۡنَا مِنۡ شَىۡءٍ‌ ؕ كَذٰلِكَ كَذَّبَ الَّذِيۡنَ مِنۡ قَبۡلِهِمۡ حَتّٰى ذَاقُوۡا بَاۡسَنَا‌ ؕ قُلۡ هَلۡ عِنۡدَكُمۡ مِّنۡ عِلۡمٍ فَتُخۡرِجُوۡهُ لَـنَا ؕ اِنۡ تَتَّبِعُوۡنَ اِلَّا الظَّنَّ وَاِنۡ اَنۡـتُمۡ اِلَّا تَخۡرُصُوۡنَ(148)


(148). મુશરિકો કહેશે કે, “જો અલ્લાહ ચાહત તો અમે અને અમારા બાપદાદાઓ શિર્ક ન કરતા, ન કોઈ વસ્તુને હરામ ઠેરવતા', આ રીતે આનાથી પહેલાના લોકોએ પણ જૂઠાડયા ત્યાં સુધી કે અમારો અઝાબ ચાખી લીધો. કહો કે, “શું તમારા પાસે કોઈ ઈલ્મ (જ્ઞાન) છે તો તેને અમારા માટે નીકાળો (જાહેર કરો), તમે કલ્પનાઓનું અનુસરણ કરો છો અને ફક્ત અટકળો કરો છો.


તફસીર(સમજુતી):-


એટલે કે મુશરિકો પાસે શિર્ક ની દલીલ ન હોવાને લીધે તેઓ તકદીર નો સહારો લઈને કહે છે કે અમારા હકમાં અલ્લાહની મરજી હતી કે અમે શિર્ક કરીએ અને આ જ અલ્લાહની ખુશી છે પરંતુ અલ્લાહની મરજી વસ્તુ અલગ છે અને અલ્લાહની ખુશી અલગ છે 


અને અલ્લાહ તેમને કહે છે કે જો આમાં અલ્લાહની ખુશી હોત તો તમારા પહેલાંના લોકો પર અઝાબ કેમ આવ્યો ? અને અઝાબે ઈલાહી એ વાતની દલીલ છે કે મરજી વસ્તુ અલગ છે અને ખુશી અલગ છે. અને જો તમારી પાસે કોઈ સાચી દલીલ હોય તો જાહેર કરો.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92