સુરહ અલ્ અન્-આમ 84,85,86,87,88

PART:-422


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

   ઈબ્રાહીમ અલયહ સલામ ના વંશજો ને

   પંસદ કરી લીધા અને તમામ જહાનો માં         

        તેમને શ્રેષ્ઠતા આપવામાં આવી                                     


=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

           આયત નં.:-84,85,86,87,88


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَوَهَبۡنَا لَهٗۤ اِسۡحٰقَ وَيَعۡقُوۡبَ‌ؕ كُلًّا هَدَيۡنَا ‌ۚ وَنُوۡحًا هَدَيۡنَا مِنۡ قَبۡلُ‌ وَمِنۡ ذُرِّيَّتِهٖ دَاوٗدَ وَسُلَيۡمٰنَ وَاَيُّوۡبَ وَيُوۡسُفَ وَمُوۡسٰى وَ هٰرُوۡنَ‌ؕ وَكَذٰلِكَ نَجۡزِى الۡمُحۡسِنِيۡنَۙ(84)


(84). અને અમે તેમને (પુત્ર) ઈસહાક અને (પૌત્ર) યાકૂબ આપ્યા, અને દરેકને સીધો રસ્તો દેખાડ્યો, તેના પહેલા નૂહને રસ્તો દેખાડ્યો અને તેમની સંતાનમાં દાઊદ અને સુલેમાન અને ઐયૂબ અને યુસુફ અને મૂસા અને હારૂનને, અને આવી રીતે અમે નેકી કરવાવાળાઓને બદલો આપીએ છીએ.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَزَكَرِيَّا وَيَحۡيٰى وَعِيۡسٰى وَاِلۡيَاسَ‌ؕ كُلٌّ مِّنَ الصّٰلِحِيۡنَۙ(85)


(85). અને ઝકરિયા અને યાહ્યા અને ઈસા અને ઈલ્યાસને, બધા સદાચારીઓમાંથી હતા.


તફસીર(સમજુતી):-


ઈસા (અ.સ.)નું વર્ણન હજરત નૂહ અથવા ઈબ્રાહીમની સંતાનમાં એટલા માટે કરવામાં આવ્યું છે (જો કે તેમના પિતા ન હતા) કે છોકરીની સંતાન પણ પુરૂષની સંતાનમાં સામેલ હોય છે, જેવી રીતે નબી (ﷺ) એ હજરત હસન (રઝી.) (પોતાની પુત્રી ફાતિમા (રઝી.) ના પુત્રોને પોતાના પુત્ર બતાવ્યા. (સહીહ બુખારી, કિતાબુલ સુલહ) વિસ્તૃત જાણકારી માટે જુઓ તફસીર ઈબ્ને કસીર.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاِسۡمٰعِيۡلَ وَالۡيَسَعَ وَيُوۡنُسَ وَلُوۡطًا‌ ؕ وَكُلًّا فَضَّلۡنَا عَلَى الۡعٰلَمِيۡنَۙ(86)


(86). અને ઈસ્માઈલ અને યસ્અ અને યુનુસ અને લૂતને, બધાને અમે દુનિયાવાળાઓ ઉપર શ્રેષ્ઠતા પ્રદાન કરી.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَمِنۡ اٰبَآئِهِمۡ وَذُرِّيّٰتِهِمۡ وَاِخۡوَانِهِمۡ‌ۚ وَاجۡتَبَيۡنٰهُمۡ وَهَدَيۡنٰهُمۡ اِلٰى صِرَاطٍ مُّسۡتَقِيۡمٍ(87)


(87). અને તેમના પિતાઓ અને સંતાનો અને ભાઈઓમાંથી, અને અમે તેમને પસંદ કરી લીધા અને તેમને સીધો રસ્તો દેખાડ્યો.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ذٰ لِكَ هُدَى اللّٰهِ يَهۡدِىۡ بِهٖ مَنۡ يَّشَآءُ مِنۡ عِبَادِهٖ‌ؕ وَلَوۡ اَشۡرَكُوۡا لَحَبِطَ عَنۡهُمۡ مَّا كَانُوۡا يَعۡمَلُوۡنَ(88)


(88). આ જ અલ્લાહનો રસ્તો છે પોતાના બંદાઓમાંથી જેને તે ઈચ્છે છે તેને રસ્તો દેખાડે છે અને જો તે લોકો પણ શિર્ક કરતા તો તેમના કર્મો બેકાર થઈ જતા.


તફસીર(સમજુતી):-


અઢાર નબીઓના નામોને વર્ણન કરીને અલ્લાહ તઆલા ફરમાવી રહ્યો છે કે જો તે લોકો પણ શિર્કમાં ફસાઈ જતા તો તેમના બધા કર્મો બરબાદ થઈ જતા, જેવી રીતે નબી (ﷺ)ને બીજી જગ્યાએ સંબોધીને અલ્લાહ તઆલાએ ફરમાવ્યું "અય પયગંબર જો તમે પણ અલ્લાહ તઆલાની સાથે કોઈ બીજાને સામેલ કર્યા, તો તમારા બધા કર્મો બરબાદ કરી દેવામાં આવશે.' (સૂરઃ અઝ્ ઝુમર-65)


જો કે પયગંબરથી શિર્ક થવું શક્ય નથી, પરંતુ અહીં હેતુ પેરોકારોને શિર્કની ભયાનકતા અને તબાહીથી બાખબર કરવાનો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92