સુરહ અલ્ અન્-આમ 82,83

 PART:-421


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

           ઈમાન અને ઈમાનની શર્ત

                                                   

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-82,83


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


اَلَّذِيۡنَ اٰمَنُوۡا وَلَمۡ يَلۡبِسُوۡۤا اِيۡمَانَهُمۡ بِظُلۡمٍ اُولٰۤئِكَ لَهُمُ الۡاَمۡنُ وَهُمۡ مُّهۡتَدُوۡنَ(82)


(82). જે લોકો ઈમાન લાવ્યા અને પોતાના ઈમાનની કોઈ શિર્ક સાથે મિલાવટ ન કરી તેમના માટે જ શાંતિ છે અને તેઓ જ સીધા રસ્તા પર છે.


તફસીર(સમજુતી):-


આયતમાં અહીં જુલમથી આશય શિર્ક છે. જ્યારે આ આયત ઉતરી તો અલ્લાહના રસૂલના સહાબાઓએ તેનો સામાન્ય મતલબ (સુસ્તી, બૂરાઈ, ક્રુરતા, ગુનાહ વગેરે) સમજ્યા અને પરેશાન થઈ ગયા, રસૂલુલ્લાહ (ﷺ) ની બારગાહમાં આવીને કહેવા લાગ્યા કે અમારામાંથી કોણ છે જેણે જુલમ ન કર્યો હોય? આપે કહ્યું કે એનો મતલબ એ જુલમ નથી જે તમે સમજ્યા છો બલ્કે આનાથી આશય શિર્ક છે જેવી રીતે હજરત લુકમાને પોતાના પુત્રને કહ્યું હતું (બેશક શિર્ક સૌથી મોટો જુલમ છે.) (સૂરઃ લુકમાન-13, સહીહ બુખારી, તફસીર સૂર: અલ અન્-આમ)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَتِلۡكَ حُجَّتُنَاۤ اٰتَيۡنٰهَاۤ اِبۡرٰهِيۡمَ عَلٰى قَوۡمِهٖ‌ؕ نَرۡفَعُ دَرَجٰتٍ مَّنۡ نَّشَآءُ ‌ؕ اِنَّ رَبَّكَ حَكِيۡمٌ عَلِيۡمٌ(83)


(83). અને આ અમારી દલીલ છે જેને અમે ઈબ્રાહીમને તેમની કોમના મુકાબલામાં આપી, અમે જેનું પદ ઈચ્છીએ વધારી દઈએ છીએ, બેશક તમારો રબ હિકમતવાળો ઈલ્મવાળો છે.


તફસીર(સમજુતી):-


એટલે કે તૌહીદે ઈલાહી ઉપર એવી હુજ્જત અને દલીલ કે જેનો જવાબ ઈબ્રાહીમ અલયહ સલામ ની કૌમ પાસે બન્યો જ નહીં


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92