સુરહ અલ્ અન્-આમ 145,146

 PART:-447


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

         (૧). હરામ ચીજોનું બયાન


 (૨). યહુદીઓના કરતૂતો ના લીધે તેમના પર

            હલાલ વસ્તુ ને હરામ દીધી


=======================        

     

          પારા નંબર:- 08

          (6)સુરહ અલ્ અન્-આમ

          આયત નં.:-145,146


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُل لَّاۤ اَجِدُ فِىۡ مَاۤ اُوۡحِىَ اِلَىَّ مُحَرَّمًا عَلٰى طَاعِمٍ يَّطۡعَمُهٗۤ اِلَّاۤ اَنۡ يَّكُوۡنَ مَيۡتَةً اَوۡ دَمًا مَّسۡفُوۡحًا اَوۡ لَحۡمَ خِنۡزِيۡرٍ فَاِنَّهٗ رِجۡسٌ اَوۡ فِسۡقًا اُهِلَّ لِغَيۡرِ اللّٰهِ بِهٖ‌‌ۚ فَمَنِ اضۡطُرَّ غَيۡرَ بَاغٍ وَّلَا عَادٍ فَاِنَّ رَبَّكَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(145)


(145). તમે કહી દો કે મને જે હુકમ કર્યો છે તેમાં કોઈ ખાનાર માટે કોઈ ખોરાક હરામ નથી જોતો પરંતુ એ કે તે મુડદાલ હોય અથવા વહેતુ લોહી અથવા સુવરનું માંસ એટલા માટે કે તે બિલકુલ નાપાક (અપવિત્ર) છે અથવા જે શિર્કનું કારણ હોય જેના ઉપર અલ્લાહના સિવાય બીજાઓના નામ પોકારવામાં આવ્યા હોય, પછી જો કોઈ મજબૂર હોય, જયારે કે બાગી અથવા હદથી વધી જનાર ન હોય તો અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે.


તફસીર(સમજુતી):-


આ આયતમાં જે ચાર હરામ વસ્તુનું વર્ણન છે તે સૂરઃ બકરહની આયત 173 ની તફસીરમાં વિસ્તાર પૂર્વક વર્ણન થઈ ચૂક્યું છે.


આ ચાર સિવાય પણ અન્ય જાનવરો શરિઅત માં હરામ છે અહીં ચારનુ ઝિક્ર એટલા માટે કરવામાં આવ્યું છે કે મક્કાના મુશરિકોએ પોતાની મનમાની થી હલાલ ને હરામ ઠેરવી દીધા જેનો જવાબ આ આયત દ્રારા આપવામાં આવે છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَعَلَى الَّذِيۡنَ هَادُوۡا حَرَّمۡنَا كُلَّ ذِىۡ ظُفُرٍ‌‌ ۚ وَمِنَ الۡبَقَرِ وَالۡغَـنَمِ حَرَّمۡنَا عَلَيۡهِمۡ شُحُوۡمَهُمَاۤ اِلَّا مَا حَمَلَتۡ ظُهُوۡرُهُمَاۤ اَوِ الۡحَـوَايَاۤ اَوۡ مَا اخۡتَلَطَ بِعَظۡمٍ‌ ؕ ذٰ لِكَ جَزَيۡنٰهُمۡ بِبَـغۡيِهِمۡ‌‌ ۖ وَاِنَّا لَصٰدِقُوۡنَ(146)


(146) અને અમે યહૂદિઓ ઉપર નખવાળા જાનવર હરામ કરી દીધા અને ગાય તથા બકરીની ચરબી તેમના ઉપર હરામ કરી દીધી, પરંતુ જે બંનેની પીઠ અથવા આંતરડામાં હોય અથવા જે કંઈ હાડકા સાથે ચોંટેલી હોય, અમે આ તેમની બગાવતનો બદલો આપ્યો અને અમે સાચા છીએ.


તફસીર(સમજુતી):-


નખવાળા એટલે એવા હાથવાળા જેમની આંગળીઓ ફાટેલી એટલે કે જુદી-જુદી ના હોય જેવી રીતે કે ઊટ, શુતુરમુર્ગ, બતખ, કાઝ, ગાય, અને બકરી વગેરે આવા ચરિન્દ પરિન્દ હરામ હતાં, ગોયા તેવા જાનવર અને પરિન્દ હલાલ હતાં જેમના પંજા ખુલ્લા હોય.


યહુદીઓના ઉપર સજા ના રૂપે આ વસ્તુઓને હરામ કરવામાં આવી હતી. અને તેમનો એ દાવો કે યાકુબ અલયહ સલામે પોતાના ઉપર હરામ કરેલી તેનુ અમે અનુસરણ કર્યે છે, આ દાવો જુઠ્ઠો છે પરંતુ તેમની સરારતો ને લીધે આ તેમની સજા હતી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92