સુરહ અલ્ અન્-આમ 143,144

 PART:-446


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

   જાહિલીયતના કેટલાક રિવાજ-રસમો


=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:-143,144


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


ثَمٰنِيَةَ اَزۡوَاجٍ‌ ۚ مِنَ الضَّاۡنِ اثۡنَيۡنِ وَمِنَ الۡمَعۡزِ اثۡنَيۡنِ‌ ؕ قُلۡ ءٰٓالذَّكَرَيۡنِ حَرَّمَ اَمِ الۡاُنۡثَيَيۡنِ اَمَّا اشۡتَمَلَتۡ عَلَيۡهِ اَرۡحَامُ الۡاُنۡثَيَيۡنِ‌ ؕ نَـبِّـئُــوۡنِىۡ بِعِلۡمٍ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(143)


(143). આ આઠ પ્રકારના જોડા (બનાવ્યા) ઘેટામાં બે અને બકરી માં બે, તમે કહો કે અલ્લાહે બંનેના નરને હરામ કરેલ છે કે બંનેના માદાને? અથવા તેને કે જે બંને માદાના ગર્ભમાં સામેલ છે? મને ઈલ્મના આધારે બતાવો જો તમે સાચા હોવ.


તફસીર(સમજુતી):-


એટલે કે “તે અલ્લાહે આઠ જોડા પેદા કર્યા” આ આયતમાં અજવાજ શબ્દનો ઉપયોગ થયો છે જે “જૌજ"નું બહુવચન છે. એક જ જાતિના નર અને માદાને “જૌજ(જોળા)” કહે છે અને તે બંનેમાંથી બધાને પણ ‘જૌજ” કહેવામાં આવે છે. કારણ કે દરેક એકબીજાના “જૌજ” છે. કુરઆનમાં આ જગ્યા પર પણ ‘અજવાજ' દરેક માટે ઉપયોગ થયો છે એટલે કે આઠ જાનવર અલ્લાહે પેદા કર્યા છે જે એકબીજાના "જૌજ” છે અને નહિ કે આઠ જોડા પેદા કર્યા. આ રીતે તો તેમની સંખ્યા 16 થઈ જાય જે આયતના આગળના ભાગ મુજબ યોગ્ય નથી.


આ આઠની પરિપૂર્ણતા છે, અને આશય બે પ્રકારના નર અને માદા છે એટલે કે ઘેટાથી નર અને માદા અને બકરીથી નર અને માદા પેદા કર્યા. ઘેટામાં દુમ્બો પણ સામેલ છે.


મુશરિકોએ પોતાની મનમાની થી કેટલાક જાનવરો હરામ કરી લીધા હતા તે વિષય પર અલ્લાહ પુછે છે "અલ્લાહે બંનેના નરને હરામ કરેલ છે કે બંનેના માદાને?" મતલબ એ કે અલ્લાહે હરામ નથી કર્યું.


"ઈલ્મના આધારે બતાવો" એટલે કે તમે કહો છો કે અલ્લાહે હરામ કર્યું છે તો તેની સાચી દલીલ બતાવો.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَمِنَ الۡاِبِلِ اثۡنَيۡنِ وَمِنَ الۡبَقَرِ اثۡنَيۡنِ‌ ؕ قُلۡ ءٰٓالذَّكَرَيۡنِ حَرَّمَ اَمِ الۡاُنۡثَيَيۡنِ اَمَّا اشۡتَمَلَتۡ عَلَيۡهِ اَرۡحَامُ الۡاُنۡثَيَيۡنِ‌ ؕ اَمۡ كُنۡتُمۡ شُهَدَآءَ اِذۡ وَصّٰٮكُمُ اللّٰهُ بِهٰذَا‌ ۚ فَمَنۡ اَظۡلَمُ مِمَّنِ افۡتَـرٰى عَلَى اللّٰهِ كَذِبًا لِّيُضِلَّ النَّاسَ بِغَيۡرِ عِلۡمٍ‌ ؕ اِنَّ اللّٰهَ لَا يَهۡدِى الۡقَوۡمَ الظّٰلِمِيۡنَ(144)


(144). અને ઊંટમાંથી બે અને ગાયમાંથી બે, તમે કહો કે શું અલ્લાહે બંનેના માદાને અથવા બંનેના નરને હરામ કર્યા છે? અથવા તેને જે બંને માદાના ગર્ભમાં સામેલ છે. શું તમે તે વખતે હાજર હતા જયારે અલ્લાહે તેનો હુકમ આપ્યો? પછી એનાથી વધારે જાલિમ કોણ હશે જે અલ્લાહ ઉપર જૂઠો આરોપ લગાવે,' જેથી ઈલ્મ વગર લોકોને ગુમરાહ કરી દે. બેશક અલ્લાહ જાલિમોને હિદાયત નથી આપતો.


તફસીર(સમજુતી):-


એટલે કે આ જ સૌથી મોટો જુલમ છે, હદીસમાં આવે છે કે નબી(ﷺ) એ ફરમાવ્યું કે મેં અમ્ર બિન લુહૈયીને જહન્નમમાં આંતરડા ખેંચતા જોયો, તેણે સૌથી પહેલા મૂર્તિઓના નામ પર વસીલા અને હામ વગેરે જાનવરને છોડવાનો સિલસિલો શરૂ કર્યો. (સહીહ બુખારી, તફસીર સૂરઃ માઈદહ, મુસ્લિમ કિતાબુલ જન્નહ)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92