સુરહ અલ્ અન્-આમ 141,142

 PART:-445 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       અલ્લાહ તઆલાની કેટલીક  

              ખુલ્લી નિશાનીઓ


=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:-141,142


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَهُوَ الَّذِىۡۤ اَنۡشَاَ جَنّٰتٍ مَّعۡرُوۡشٰتٍ وَّغَيۡرَ مَعۡرُوۡشٰتٍ وَّالنَّخۡلَ وَالزَّرۡعَ مُخۡتَلِفًا اُكُلُهٗ وَالزَّيۡتُوۡنَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَّغَيۡرَ مُتَشَابِهٍ ‌ؕ كُلُوۡا مِنۡ ثَمَرِهٖۤ اِذَاۤ اَثۡمَرَ وَاٰتُوۡا حَقَّهٗ يَوۡمَ حَصَادِهٖ‌ ‌ۖ وَلَا تُسۡرِفُوۡا‌ ؕ اِنَّهٗ لَا يُحِبُّ الۡمُسۡرِفِيۡنَ(141)


(141). તે જ છે જેણે (પૃથ્વી પર) છવાએલા અને ન છવાએલા બગીચા બનાવ્યા, અને ખજૂર અને ખેતી જેના સ્વાદ ઘણા પ્રકારના છે, અને જૈતૂન અને અનારના વૃક્ષો એક પ્રકારના અને અનેક પ્રકારના, જયારે ફળ લાગે તો તમે તેને ખાઓ અને તેની કાપણીના દિવસે તેનો (અલ્લાહનો) હક અદા કરો, અને હદથી આગળ ન વધો, બેશક અલ્લાહ હદથી આગળ વધી જનારાઓને મોહબ્બત કરતો નથી.'


તફસીર(સમજુતી):-


(મઅરુશાત)નો અર્થ છે બુલંદ કરવું અથવા ઉપર ઉઠાવવું, કેટલાક વૃક્ષોની વેલ જે ઉપર ચઢાવવામાં આવે છે જેવી કે દ્રાક્ષ અને કેટલીક શાકભાજીની વેલો છે, પરંતુ કેટલીક વેલો જે ઉપર ચઢાવવામાં નથી આવતી બલ્કે જમીન પર જ ફૂલે-ફલે છે જેવી કે તરબૂચની વેલ હોય છે.


એટલે કે જ્યારે ખેતરમાંથી અનાજ કાપીને સાફ કરી લો, અને વૃક્ષો પરથી ફળ તોડી લો, તો તેનો હક આપો, આનાથી આશય કેટલાક આલિમોની નજદીક પોતાની મરજીથી સદકો છે. કેટલાકની નજદીક જરૂરી સદકો

અથવા દસમો ભાગ (વરસાદથી જમીનની પેદાવાર હોય) અથવા વીસમો ભાગ (જો જમીન કુવા અથવા ટ્યૂબવેલ અથવા નહેરના પાણીથી સીંચવામાં આવે)


એટલા માટે અતિરેક કોઈ પણ વસ્તુમાં સારો નથી, સદકા-ખૈરાતના કામમાં અથવા કોઈ બીજા કામમાં, દરેક કામમાં મધ્યમસર અને હદમાં રહીને શક્તિ મુજબ જાઈઝ અને સારૂ છે અને આના ઉપર મહત્વ આપવામાં આવ્યું છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَ مِنَ الۡاَنۡعَامِ حَمُوۡلَةً وَّفَرۡشًا‌ ؕ كُلُوۡا مِمَّا رَزَقَكُمُ اللّٰهُ وَ لَا تَتَّبِعُوۡا خُطُوٰتِ الشَّيۡطٰنِ‌ ؕ اِنَّهٗ لَـكُمۡ عَدُوٌّ مُّبِيۡنٌ(142)


(142). અને જાનવરોમાંથી કેટલાક ભારવહનને લાયક અને કેટલાક જમીનથી લાગેલા બનાવ્યા. ખાઓ, જે તમને અલ્લાહે પ્રદાન કર્યું છે અને શેતાનના પદચિન્હોનું અનુસરણ ન કરો, બેશક તે તમારો ખુલ્લો દુશ્મન છે.


તફસીર(સમજુતી):-


ભારવહન એટલે કે ઊટ, બળદ, ગધેડા, ખચ્ચર વગેરે જે સવારી અને માલસામાન ની આપ-લે માટે ઉપયોગી છે. અને જમીનથી લાગેલા એટલે કે બકરી વગેરે જેનું દૂધ પીવાય અને ગોશ્ત ખવાય.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92