સુરહ અલ્ અન્-આમ 138,139,140

 PART:-444


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      મુશરિકોની મનમાની નિતિઓ  


=======================        

     

            પારા નંબર:- 08

            (6)સુરહ અલ્ અન્-આમ

         આયત નં.:-138,139,140


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَقَالُوۡا هٰذِهٖۤ اَنۡعَامٌ وَّحَرۡثٌ حِجۡرٌ ‌ۖ لَّا يَطۡعَمُهَاۤ اِلَّا مَنۡ نَّشَآءُ بِزَعۡمِهِمۡ وَاَنۡعَامٌ حُرِّمَتۡ ظُهُوۡرُهَا وَاَنۡعَامٌ لَّا يَذۡكُرُوۡنَ اسۡمَ اللّٰهِ عَلَيۡهَا افۡتِرَآءً عَلَيۡهِ ‌ؕ سَيَجۡزِيۡهِمۡ بِمَا كَانُوۡا يَفۡتَرُوۡنَ(138)


(138). અને તેઓએ કહ્યું કે "આ જાનવર અને ખેતી હરામ છે, તેમને તે જ (લોકો) ખાઈ શકે જેમને અમે ખવડાવવા ઈચ્છીએ અને કેટલાક જાનવરની પીઠ (એટલે કે સવારી) હરામ છે અને કેટલાક જાનવર પર (ઝબહ કરતી વખતે) અલ્લાહનું નામ નથી લેતા અલ્લાહ પર જૂઠ ઘડવા માટે, અલ્લાહ તેમને તેમના આરોપનો બદલો જલ્દી આપશે.


તફસીર(સમજુતી):-


આમાં ત્રણ સ્થિતિ છે પહેલી સ્થિતિ એ કે કોઈ જાનવર અથવા ફલા ખેતીની પૈદાવર તેઓ હરામ કરાર કરતાં હતા, તેને કોઈ ખાઈ નહીં સિવાય જેમને ઈઝાઝત આપવામાં આવે અને આ ઈઝાઝત મૂર્તિઓના પુજારીઓને હતી.


અને બીજી સ્થિતિ છે કે તેઓ ઘણી રીતે જાનવરોને મૂર્તિઓના નામ પર આઝાદ કરી દેતા, જેનાથી સામાન લાદવો અથવા સવારીના કામમાં લેતા ન હતા જેમકે બહીરા અને સાએબા જેમનું વિસ્તૃત વર્ણન આગળ આવી ચૂક્યું છે.


અને ત્રીજી સ્થિતિ છે કે તેઓ ઝબેહ કરતી વખતે ફક્ત મૂર્તિઓના નામ લેતા હતા, અલ્લાહનું નામ લેતા ન હતા, કેટલાકે આનો અર્થ એ લીધો કે આ જાનવરો પર સવાર થઈ “હજ” માટે જતા ન હતા, જે પણ હોય આ બધી તેમની જાતે ઘડેલી વાતો હતી જેને તેઓ અલ્લાહનો હુકમ સાબિત કરવા ઈચ્છતા હતા.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَقَالُوۡا مَا فِىۡ بُطُوۡنِ هٰذِهِ الۡاَنۡعَامِ خَالِصَةٌ لِّذُكُوۡرِنَا وَمُحَرَّمٌ عَلٰٓى اَزۡوَاجِنَا ‌ۚ وَاِنۡ يَّكُنۡ مَّيۡتَةً فَهُمۡ فِيۡهِ شُرَكَآءُ ‌ؕ سَيَجۡزِيۡهِمۡ وَصۡفَهُمۡ‌ ؕ اِنَّهٗ حَكِيۡمٌ عَلِيۡمٌ(139)


(139). અને તેઓએ કહ્યું કે, “આ જાનવરોના ગર્ભમાં જે છે તે અમારા પુરૂષો માટે વિશિષ્ટ છે અને અમારી પત્નીઓ પર હરામ છે, અને જો મરી ગયેલ હોય તો તેમાં બધા ભાગીદાર છીએ  (અલ્લાહ) તેમની આ વાતની જલ્દી સજા આપશે, બેશક તે હિકમતવાળો અને જાણવાવાળો છે.


તફસીર(સમજુતી):-


આ એક બીજી સ્થિતિ છે કે જે જાનવરોને તેઓ મૂર્તિઓના નામ પર સદકો(દાન) કરી દેતા હતા, તેમાંથી કેટલાકના બારામાં કહેતા હતા કે તેમનું દૂધ અને તેમના ગર્ભમાંથી પેદા થનાર જીવીત બચ્ચુ અમારા મર્દો માટે હલાલ છે, સ્ત્રીઓ માટે હરામ છે, હા, જો બચ્ચુ મરેલું પેદા થતુ તો તેને ખાવામાં સ્ત્રીઓ અને પુરૂષો બરાબરના ભાગીદાર છે.


અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે: આ લોકોની જે મનઘડત,બનાવટી અને ખોટી વાતો અને રિવાજો છે, જેને તેઓ અલ્લાહ તરફી ગણે છે, તેમના આ જુઠ માટે અલ્લાહ બહુ જ જલ્દી સજા આપશે અને તેમનો ફેંસલો કરી દેશે. તે પોતાના ફેંસલા માં હકીમ છે તે ઈલ્મવાળો અને હિકમતવાળો છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قَدۡ خَسِرَ الَّذِيۡنَ قَتَلُوۡۤا اَوۡلَادَهُمۡ سَفَهًۢا بِغَيۡرِ عِلۡمٍ وَّحَرَّمُوۡا مَا رَزَقَهُمُ اللّٰهُ افۡتِرَآءً عَلَى اللّٰهِ‌ؕ قَدۡ ضَلُّوۡا وَمَا كَانُوۡا مُهۡتَدِيۡنَ(140)


(140). તેઓ નુકસાનમાં પડી ગયા જેમણે અજ્ઞાનતા અને બેવકૂફીના કારણે પોતાની સંતાનને કતલ કરી અને અલ્લાહે જે રોજી આપી હતી તેને અલ્લાહ પર જૂઠ ઘડીને હરામ ઠેરવી દીધી, તેઓ ભટકી ગયા અને સાચા માર્ગ પર ન રહ્યા.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92