સુરહ અલ્ અન્-આમ 52,53,54,55

 PART:-410


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       એહલે ઈમાન તો એહલે ઈમાનથી

                   મુહબ્બત કરે છે

                         

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-52,53,54,55


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلَا تَطۡرُدِ الَّذِيۡنَ يَدۡعُوۡنَ رَبَّهُمۡ بِالۡغَدٰوةِ وَالۡعَشِىِّ يُرِيۡدُوۡنَ وَجۡهَهٗ‌ ؕ مَا عَلَيۡكَ مِنۡ حِسَابِهِمۡ مِّنۡ شَىۡءٍ وَّمَا مِنۡ حِسَابِكَ عَلَيۡهِمۡ مِّنۡ شَىۡءٍ فَتَطۡرُدَهُمۡ فَتَكُوۡنَ مِنَ الظّٰلِمِيۡنَ(52)


(52). અને તમે તેમને નીકાળો નહિ જેઓ સવાર-સાંજ પોતાના રબની બંદગી કરે છે, ખાસ કરીને તેની પ્રસન્નતાની ફિકર કરે છે, તેમનો હિસાબ જરા પણ તમારાથી સંબંધિત નથી, અને તમારો હિસાબ જરા પણ તેમનાથી સંબંધિત નથી કે તમે તેમને નીકાળી દો, બલ્કે તમે જુલમ કરનારાઓમાંથી થઈ જશો.


તફસીર(સમજુતી):-


એટલે કે બેસહારા અને ગરીબ લોકો જે મુસલમાન થયા હતાં તેઓ રાત-દિવસ ઈખ્લાસથી અલ્લાહને પુકારે અને તેની ઈબાદત કરે છે. તેમને જોઈને મક્કા ના મુશરિકો આપ(ﷺ) ને તાના મારીને કહેતા કે "અય મુહમ્મદ (ﷺ) તમારી આજુબાજુ ગરીબ અને ફકીરો ની જ ભીડ છે જરા તેમને હટાવો તો અમે પણ તમારી પાસે આવીને બેસીએ"


આ વાત પર અલ્લાહ ફરમાવે છે કે તે ગરીબોને પોતાનાથી દુર  ના કરજો જ્યારે કે તમારો કોઈ હિસાબ તેમના સંબંધિત નથી અને તેમનો હિસાબ તમારા સંબંધિત નથી જો તમે આવું કરશો તો જુલ્મ થશે જે આપની શાનમાં નથી 


મકસદ અહીં ઉમ્મત ને સમજાવવાનો એ છે કે બેવસાઈલ(ગરીબ) લોકો ને કમતર સમજવું અથવા તો તેમની સોહબતથી દૂર રહેવું અને તેમની સાથે સંબંધ ન રાખવો આ નાદાનો નું કામ છે એહલે ઈમાનનું નહીં. એહલે ઈમાન તો એહલે ઈમાન થી મુહબ્બત કરે છે ચાહે તે ગરીબ અને મિશ્કીન પણ કેમ ના હોય.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَذٰلِكَ فَتَـنَّا بَعۡضَهُمۡ بِبَـعۡضٍ لِّيَـقُوۡلُـوۡۤا اَهٰٓؤُلَآءِ مَنَّ اللّٰهُ عَلَيۡهِمۡ مِّنۡۢ بَيۡنِنَا ؕ اَلَـيۡسَ اللّٰهُ بِاَعۡلَمَ بِالشّٰكِرِيۡنَ (53)


(53). અને આ રીતે અમે તેઓને પરસ્પર અજમાયશમાં નાખી દીધા જેથી તેઓ કહે કે, “શું અલ્લાહે અમારી વચ્ચેથી તેમના ઉપર અહેસાન કર્યું છે?" હા, શું એ વાત નથી કે અલ્લાહ શુક્રગુજારોને સારી રીતે જાણે છે.?


તફસીર(સમજુતી):-


શરૂઆતમાં મોટાભાગના ગરીબ અથવા ગુલામ લોકો જ મુસલમાન થયા હતા, એટલા માટે આ જ વાત માલદાર કાફિરો માટે અજમાયશનું કારણ બની ગઈ, અને તેઓ આ ગરીબોનો મજાક ઉડાવતા હતા અને જે તેમના કાબૂમાં હતા તેઓને તકલીફ પણ આપતા હતા અને કહેતા હતા કે શું આ તે લોકો છે જેમના ઉપર અલ્લાહે અહેસાન કર્યું છે? તેમનો મતલબ એ થતો હતો કે ઈમાન અને ઈસ્લામ પર જો હકીકતમાં અલ્લાહનું અહેસાન હોત તો સૌથી પહેલા અમારા ઉપર થતું. જેવી રીતે બીજી જગ્યાએ પણ કહેવામાં આવ્યુ છે.


એટલે કે અલ્લાહ તઆલા ઉપરની ચમક-દમક, વેશભૂષા અને આન-બાનને નથી જોતો, પરંતુ તે તો દિલોના હાલતને જુએ છે અને તેના વડે જાણે છે કે શુક્રગુજાર અને સાચા બંદા કોણ છે?


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاِذَا جَآءَكَ الَّذِيۡنَ يُؤۡمِنُوۡنَ بِاٰيٰتِنَا فَقُلۡ سَلَمٌ عَلَيۡكُمۡ‌ كَتَبَ رَبُّكُمۡ عَلٰى نَفۡسِهِ الرَّحۡمَةَ‌ ۙ اَنَّهٗ مَنۡ عَمِلَ مِنۡكُمۡ سُوۡٓءًۢا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِنۡۢ بَعۡدِهٖ وَاَصۡلَحَۙ فَاَنَّهٗ غَفُوۡرٌ رَّحِيۡمٌ(54)


(54). અને તમારા પાસે જ્યારે તે લોકો આવે જેઓ અમારી આયતો ઉપર ઈમાન રાખે છે તો કહી દો, "તમારા ઉપર સલામતી થાય” તમારા રબે પોતાના ઉપર મહેરબાની કરવાનું અનિવાર્ય કરી લીધું છે કે તમારામાંથી જેણે બેવકૂફીથી બૂરુ કામ કરી લીધું પછી ત્યારબાદ તૌબા અને સુધાર કરી લે તો અલ્લાહ દરગુજર કરનાર મહેરબાન છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَكَذٰلِكَ نُفَصِّلُ الۡاٰيٰتِ وَلِتَسۡتَبِيۡنَ سَبِيۡلُ الۡمُجۡرِمِيۡنَ(55)


(55). આ રીતે અમે પોતાની આયતોને વિગતવાર વર્ણવીએ છીએ જેથી ગુનેહગારોનો રસ્તો સ્પષ્ટ થઈ જાય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92