સુરહ અલ્ અન્-આમ 50,51

 PART:-409


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

  હુજૂર(ﷺ) અલ્લાહના બંદા અને રસૂલ છે.

                         

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-50,51


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلْ لَّاۤ اَقُوۡلُ لَـكُمۡ عِنۡدِىۡ خَزَآئِنُ اللّٰهِ وَلَاۤ اَعۡلَمُ الۡغَيۡبَ وَلَاۤ اَقُوۡلُ لَـكُمۡ اِنِّىۡ مَلَكٌ‌ ۚ اِنۡ اَتَّبِعُ اِلَّا مَا يُوۡحٰٓى اِلَىَّ‌ ؕ قُلۡ هَلۡ يَسۡتَوِى الۡاَعۡمٰى وَالۡبَصِيۡرُ‌ ؕ اَفَلَا تَتَفَكَّرُوۡنَ(50)


(50). (તમે) કહી દો કે, “ન તો હું તમને એમ કહું છું કે મારા પાસે અલ્લાહના ખજાનાઓ છે અને ન હું ગૈબ જાણું છું, અને ન હું એમ કહું છું કે હું ફરિશ્તો છું, હું તો ફક્ત જે કંઈ મારા તરફ વહી કરવામાં આવે છે તેનું અનુસરણ કરૂ છું." (તમે) કહી દો કે, “શું આંધળો અને આંખવાળો બંને સમાન હોઈ શકે છે?" તો શું તમે વિચાર નથી કરતા.


તફસીર(સમજુતી):-


“મારી પાસે અલ્લાહના ખજાના પણ નથી.” આનાથી આશય એ છે કે દરેક પ્રકારની તાકાત અને કુદરત મારી પાસે નથી કે હું તમને અલ્લાહના હુકમ અને મરજી વગર કોઈ ચમત્કાર બતાવી દઉં જેવું કે તમે ચાહો છો, જેને જોઈને તમને મારી સચ્ચાઈ પર યકીન આવી જાય, મારી પાસે ગૈબનું ઈલ્મ પણ નથી જેનાથી હું ભવિષ્યમાં બનવાવાળી ઘટનાઓથી તમને બાખબર કરી શકું. હું ફરિશ્તો હોવાનો દાવો પણ નથી કરી શકતો કે તમે મને એવા કામ  કરવા માટે મજબૂર કરો જે માણસની તાકાત બહારની  વાત હોય, હું તો ફક્ત તે વહીને માનવાવાળો છું જે મારા ઉપર ઉતારવામાં આવી છે.


અને આમાં હદીસ પણ છે, જેવું કે આપે ફરમાવ્યું, “મને કુરઆનની સાથે તેના સમાન પણ આપવામાં આવ્યું છે.” આ સમાનનો અર્થ હદીસ રસૂલુલ્લાહ (ﷺ) છે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَاَنۡذِرۡ بِهِ الَّذِيۡنَ يَخَافُوۡنَ اَنۡ يُّحۡشَرُوۡۤا اِلٰى رَبِّهِمۡ‌ لَـيۡسَ لَهُمۡ مِّنۡ دُوۡنِهٖ وَلِىٌّ وَّلَا شَفِيۡعٌ لَّعَلَّهُمۡ يَتَّقُوۡنَ(51)


(51). અને એવા લોકોને ડરાવો જેઓ એ વાતનો ડર રાખે છે કે પોતાના રબ સામે એવી હાલતમાં હાજર કરવામાં આવશે કે જેટલા અલ્લાહના સિવાય છે ન તેમની મદદ કરશે અને ન કોઈ ભલામણ કરવાવાળા હશે, એવી આશા સાથે કે તેઓ ડરી જાય.


તફસીર(સમજુતી):-


એટલે કે એવા લોકોને ડરાવો જેઓ માને છે કે મૌત પછી અલ્લાહના સામે હાજર થવાનું છે જ્યાં કોઈ સિફારિશ કરવાવાળું નહીં હોય સિવાય અલ્લાહની મરજી વગર.


અને આ આયાતમાં એવા મુશરિકો, અને એહલે કિતાબ જેઓ પોતાના બુતો,આબા અને બુઝર્ગોને સિફારિશી માને છે તેમનું રદ કરવામાં આવે છે અને જેઓ માને છે કે ફલાહ-ફલાહ હસ્તી અમારી સિફારિશ કરશે તો તેમને જણાવી દેવામાં આવે છે કે ન તેઓ તમારી મદદ કરી શકશે કે ન ભલામણ કરી શકશે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92