સુરહ અલ્ અન્-આમ 46,47,48,49

 PART:-408


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        કાફિરોને ધમકી અને ચેતવણી 

                         

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-46,47,48,49


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ اَرَءَيۡتُمۡ اِنۡ اَخَذَ اللّٰهُ سَمۡعَكُمۡ وَ اَبۡصَارَكُمۡ وَخَتَمَ عَلٰى قُلُوۡبِكُمۡ مَّنۡ اِلٰـهٌ غَيۡرُ اللّٰهِ يَاۡتِيۡكُمۡ بِهٖ ؕ اُنْظُرۡ كَيۡفَ نُصَرِّفُ الۡاٰيٰتِ ثُمَّ هُمۡ يَصۡدِفُوۡنَ(46)


(46). તમે કહો કે, “એ બતાવો જો અલ્લાહ (તઆલા) તમારા સાંભળવા અને જોવાની શક્તિ પૂરી રીતે છીનવી લે અને તમારા દિલો પર મહોર લગાવી દે તો અલ્લાહ(તઆલા)ના સિવાય કોઈ બીજો મા’બૂદ છે જે આ શક્તિ તમને પાછી અપાવી દે? તમે જુઓ કે અમે કેવી રીતે દલીલને જુદા-જુદા સ્વરૂપે રજૂ કરી રહ્યા છીએ, છતાં પણ તેઓ કતરાઈ રહ્યા છે.”


તફસીર(સમજુતી):-


આંખ, કાન અને દિલ મનુષ્યના શરીરના ખાસ અંગો છે, અલ્લાહ ફરમાવે છે જો તે ચાહે તો આ અંગોમાં જે વિશેષતા મુકેલી છે તેને છીનવી લે, એટલે કે સાંભળવાની અને જોવાની તાકાત, જેવી રીતે ભટકેલાઓના અંગો આ વિશેષતાથી વંચિત હોય છે અથવા તે ચાહે તો આ અંગોને ખતમ કરી દે, તે બંને વાતોની કુદરત રાખે છે, તેની પકડથી કોઈ બચી નથી શકતું, પરંતુ એ કે તે પોતે કોઈને બચાવવા ચાહે, આયતોને જુદા-જુદા તરીકાથી રજૂ કરવાનો મતલબ એ છે કે ક્યારેક ડરાવવા અને ખુશખબર

આપવાની રીતે, ક્યારેક લાલચ અને ચેતવણી આપવાની રીતે અને ક્યારેક કોઈ બીજી રીતોથી.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


قُلۡ اَرَءَيۡتَكُمۡ اِنۡ اَتٰٮكُمۡ عَذَابُ اللّٰهِ بَغۡتَةً اَوۡ جَهۡرَةً هَلۡ يُهۡلَكُ اِلَّا الۡقَوۡمُ الظّٰلِمُوۡنَ(47)


(47). તમે કહો કે, “એ બતાવો જો તમારા ઉપર અલ્લાહનો અઝાબ અચાનક અથવા સાવધાનીમાં આવી પડે તો જાલિમોના સિવાય કોઈ માર્યો જશે?”


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَمَا نُرۡسِلُ الۡمُرۡسَلِيۡنَ اِلَّا مُبَشِّرِيۡنَ وَمُنۡذِرِيۡنَ‌ۚ فَمَنۡ اٰمَنَ وَاَصۡلَحَ فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(48)


(48). અને અમે રસૂલોને એટલા માટે મોકલીએ છીએ કે તેઓ ખુશખબર આપે અને ખબરદાર કરે, પછી જે લોકો ઈમાન લઈ આવે અને પોતાનો સુધાર કરી લે તેમને ન કોઈ ભય હશે ન તેઓ દુઃખી હશે.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَالَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا يَمَسُّهُمُ الۡعَذَابُ بِمَا كَانُوۡا يَفۡسُقُوۡنَ(49)


(49). અને જે લોકો અમારી આયતોને જૂઠાડે છે તેમને અઝાબ પહોંચશે કેમકે તેઓ નાફરમાન છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92