સુરહ અલ્ અન્-આમ 44,45

 PART:-407 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        અલ્લાહની ઢીલ પછી તેની પકડ

                         

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:-44,45


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


فَلَمَّا نَسُوۡا مَا ذُكِّرُوۡا بِهٖ فَتَحۡنَا عَلَيۡهِمۡ اَبۡوَابَ كُلِّ شَىۡءٍ ؕ حَتّٰٓى اِذَا فَرِحُوۡا بِمَاۤ اُوۡتُوۡۤا اَخَذۡنٰهُمۡ بَغۡتَةً فَاِذَا هُمۡ مُّبۡلِسُوۡنَ(44)


فَقُطِعَ دَابِرُ الۡقَوۡمِ الَّذِيۡنَ ظَلَمُوۡا‌ ؕ وَالۡحَمۡدُ لِلّٰهِ رَبِّ الۡعٰلَمِيۡنَ(45)


(44). અને જયારે તેઓ તે શિખામણને ભૂલી ગયા જેની તાલીમ આપવામાં આવી હતી તો અમે તેમના ઉપર દરેક વસ્તુના દરવાજા ખોલી નાખ્યા, ત્યાં સુધી કે જયારે તેઓ પોતાની મેળવેલ વસ્તુઓ ઉપર ઈતરાવા લાગ્યા તો અમે તેમને અચાનક પકડી લીધા અને તેઓ નિરાશ થઈને રહી ગયા.


(45). પછી જાલિમ લોકોની જડ કપાઈ ગઈ અને પ્રશંસા અલ્લાહ (તઆલા) માટે છે જે સમગ્ર સૃષ્ટિનો રબ છે.


તફસીર(સમજુતી):-


એટલે કે અલ્લાહની ચેતવણીની અવગણના કરવામાં આવે અને તે શિખામણ જેની તાલીમ આપવામાં આવે તેને ભુલી જાય ત્યારે તેમના ઉપર રોઝીના દરવાજા પૂરેપૂરાં ખોલી દેવામાં આવે છે(એટલે કે ખૂબ માલ દૌલત,સોહરત અને ઔલાદ થી નવાજવામાં આવે) અહીં સુધી કે તેઓ તેમાં ખૂબ મગન થઈ જાય અને ઈતરવવા લાગે, અને એકદમ ગાફિલ થઈ જાય ત્યારે અચાનક અલ્લાહની પકડ થાય છે અને જડો જ કાપી નાખવામાં આવે છે.

અલ્લાહની આ સિયાસતથી અલ્લાહની જ પનાહ...


હદીસમાં આવે છે કે નબી(ﷺ) ફરમાવે છે કે: તમે જુઓ કે અલ્લાહની નાફરમાની થઈ રહ્યાં પછી પણ અલ્લાહ કોઈને તેની ખ્વાહિશ પ્રમાણે દુનિયા આપવા લાગે તો એ "ઈસ્તિદરાજ" (ઢીલ આપવું) છે. પછી આપ(ﷺ) આ જ આયત તિલાવત કરી. (મુસ્નદ અહમદ,જિલ્દ-૪,સફા-૧૪૫)


કુરઆનની આયત અને હદીસથી માલૂમ થાય છે કે દુનિયાની તરક્કી અને ખુશહાલી એ વાતની દલીલ નથી કે જે કૌમને આ હાસિલ હોય એ કૌમ અલ્લાહની ચહીતી છે અને અલ્લાહ તેમનાથી ખુશ છે જેવી રીતે કે મોટાભાગના લોકો માને છે 


ગુમરાહ કૌમોની ખુશહાલી અને તરક્કી તેમની મોહલત છે અને તેમને ઢીલ આપવામાં આવે છે તેમના કુફ્રના સબબ.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92