સુરહ અલ્ અન્-આમ 4,5,6

 PART:-394


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

     અલ્લાહની નિશાનીઓનો ઈનકાર

                           

=======================        

     

            પારા નંબર:- 07

            (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:- 4,5,6


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَمَا تَاۡتِيۡهِمۡ مِّنۡ اٰيَةٍ مِّنۡ اٰيٰتِ رَبِّهِمۡ اِلَّا كَانُوۡا عَنۡهَا مُعۡرِضِيۡنَ‏(4)


(4). અને તેમના પાસે કોઈ નિશાની તેમના રબની નિશાનીઓમાંથી નથી આવતી પરંતુ તેઓ તેનાથી મોઢું ફેરવે છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


فَقَدۡ كَذَّبُوۡا بِالۡحَـقِّ لَـمَّا جَآءَهُمۡ‌ؕ فَسَوۡفَ يَاۡتِيۡهِمۡ اَنۢۡـبٰٓـؤُا مَا كَانُوۡا بِهٖ يَسۡتَهۡزِءُوۡنَ(5)


(5). તેમણે તે સાચી કિતાબને પણ જૂઠી બતાવી જયારે તે તેમના પાસે પહોંચી, તો જલ્દીથી તેમને ખબર મળી જશે, તે વસ્તુની જેનો તે લોકો મજાક ઉડાવતા હતા.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اَلَمۡ يَرَوۡا كَمۡ اَهۡلَـكۡنَا مِنۡ قَبۡلِهِمۡ مِّنۡ قَرۡنٍ مَّكَّنّٰهُمۡ فِى الۡاَرۡضِ مَا لَمۡ نُمَكِّنۡ لَّـكُمۡ وَاَرۡسَلۡنَا السَّمَآءَ عَلَيۡهِمۡ مِّدۡرَارًا ۖ وَّجَعَلۡنَا الۡاَنۡهٰرَ تَجۡرِىۡ مِنۡ تَحۡتِهِمۡ فَاَهۡلَكۡنٰهُمۡ بِذُنُوۡبِهِمۡ وَاَنۡشَاۡنَا مِنۡۢ بَعۡدِهِمۡ قَرۡنًا اٰخَرِيۡنَ(6)


(6). શું તેમણે જોયું નહિ કે અમે તેમના પહેલા કેટલીય કોમોને બરબાદ કરી ચૂક્યા છીએ, તેમને અમે દુનિયામાં એટલી તાકાત આપી હતી જે તમને પણ નથી આપી અને અમે તેમના ઉપર ધોધમાર વરસાદ વરસાવ્યો, અને અમે તેમના નીચેથી નદીઓ વહેવડાવી, પછી અમે તેમને તેમના ગુનાહોના કારણે બરબાદ કરી દીધા' અને તેમના પછી અમે બીજી કોમને પેદા કરી.


તફસીર(સમજુતી):-


અર્થાત્ જયારે ગુનાહોના કારણે તમારાથી પહેલાની કોમોને અમે બરબાદ કરી ચૂક્યા છીએ જ્યારે કે તેઓ તાકાતમાં તમારાથી ઘણા વધારે હતા, ઉત્તમ સ્ત્રોત અને માલમાં પણ તમારાથી વધારે હતા તો તમને બરબાદ કરવું અમારા માટે શું કઠીન છે? આનાથી માલુમ થયું કે કોઈ સમાજની કામયાબી અને ખુશહાલીથી એવું ન સમજી લેવું જોઈએ કે તે સફળ અને વિજયી છે, પરંતુ આ તક અને સમય આપવાની તે સ્થિતિ છે જે પરીક્ષા લેવા માટે ઘણી કોમોને આપવામાં આવે છે. પરંતુ જ્યારે તેમનો સમય પૂરો થઈ જાય છે તો આ કામયાબી અનેખુશહાલી તેમને અલ્લાહના અઝાબથી બચાવી શકશે નહીં.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92