સુરહ અલ્ અન્-આમ 1,2,3

 PART:-393


        આજથી સુરહ અન્-આમ ની શરૂઆત થાય છે જે મક્કા માં ઉતરી અને તેમાં એકસો પાંસઠ આયતો અને વીસ રુકૂઅ છે.


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

     અલ્લાહ એક છે અને તે સર્જનહાર છે

                           

=======================        

     

            પારા નંબર:- 07

           (6)સુરહ અલ્ અન્-આમ

            આયત નં.:- 1,2,3


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


بِسْمِ اللّٰهِ الرَّحْمٰنِ الرَّحِيْمِ


"اَلۡحَمۡدُ لِلّٰهِ الَّذِىۡ خَلَقَ السَّمٰوٰتِ وَالۡاَرۡضَ وَجَعَلَ الظُّلُمٰتِ وَالنُّوۡرَ ؕ ثُمَّ الَّذِيۡنَ كَفَرُوۡا بِرَبِّهِمۡ يَعۡدِلُوۡنَ(1)


(1). તમામ પ્રશંસા તે અલ્લાહના માટે છે જેણે આકાશો અને ધરતીને પેદા કર્યા અને અંધકાર તથા પ્રકાશને બનાવ્યા પછી પણ જેઓ ઈમાન નથી ધરાવતા(બીજાઓને) પોતાના રબના બરાબર માને છે.


તફસીર(સમજુતી):-


જુલમાત થી આશય રાત્રિનો અંધકાર અથવા કુફ્રનો અંધકાર છે. અને નૂરથી આશય દિવસનો પ્રકાશ અથવા ઈમાનનો પ્રકાશ છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


هُوَ الَّذِىۡ خَلَقَكُمۡ مِّنۡ طِيۡنٍ ثُمَّ قَضٰۤى اَجَلًا  ؕ وَاَجَلٌ مُّسَمًّى عِنۡدَهٗ‌ ثُمَّ اَنۡـتُمۡ تَمۡتَرُوۡنَ(2)


(2). તેણે તમને માટીમાંથી બનાવ્યા, પછી એક સમય નિશ્ચિત કર્યો, અને એક નિશ્ચિત સમય તેના પાસે છે, પછી પણ તમે શંકા કરો છો.


તફસીર(સમજુતી):-


(એક સમય નિશ્ચિત) એટલે કે મૃત્યુનો સમય


(નિશ્ચિત સમય તેની પાસે છે) એટલે કે અંતિમ દિવસનો સમય તો ફક્ત અલ્લાહ જ જાણે છે, એટલે કે પ્રથમ ‘અજલ' શબ્દનો ઉપયોગ

કરવામાં આવ્યો છે જેનો મતલબ જન્મથી લઈને મૃત્યુ સુધીનો સમય છે, બીજો ‘અજલુમ મુસમ્મા’ શબ્દનો મતલબ મૃત્યુ પછી કયામત સુધીનો સમય છે, જેના પછી તે પતન અને વિનાશને મળીને ખતમ થઈ જશે અને

એક બીજી દુનિયા એટલે કે આખિરતની જિંદગીની શરૂઆત થશે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَهُوَ اللّٰهُ فِى السَّمٰوٰتِ وَفِى الۡاَرۡضِ‌ؕ يَعۡلَمُ سِرَّكُمۡ وَ جَهۡرَكُمۡ وَيَعۡلَمُ مَا تَكۡسِبُوۡنَ(3)


(3). અને તે અલ્લાહ છે આકાશોમાં અને ધરતીમાં, તે તમારા છૂપા અને જાહેરને જાણે છે અને તમારી કમાણીથી બાખબર છે.


તફસીર(સમજુતી):-


અહલે સુન્નત એટલે કે સલફનો અકીદો છે કે અલ્લાહ પોતે તો અર્શ પર છે જેવો કે પ્રશંસાને લાયક છે, પરંતુ પોતાના ઈલ્મના આધાર પર દરેક જગ્યાએ છે, એટલે કે તેના ઈલ્મ અને જાણ બહાર કોઈ વસ્તુ નથી, પરંતુ કેટલાક જૂથોના લોકો એવું કહે છે કે અલ્લાહ તઆલા અર્શ પર નહિ પરંતુ દરેક જગ્યા પર છે, અને તેઓ આ આયતથી પોતાના ઈમાનનું સમર્થન કરે છે, પરંતુ આવું ઈમાન સારૂ નથી, આવી દલીલ પણ સારી નથી, આયતનો અર્થ એ છે કે તે શક્તિ જેને આકાશો અને ધરતી પર અલ્લાહ કહીને પોકારવામાં આવે છે અને આકાશો અને ધરતી પર જેનું રાજ્ય છે અને આકાશો અને ધરતી પર જેને મા’બૂદ સમજવામાં આવે છે, તે

અલ્લાહ તમારા છૂપા અને જાહેરને તેમજ જે કંઈ તમે કરો છો તે બધુ જ જાણે છે. (ફતહુલ કદીર) 


તેની બીજી દલીલ પણ રજૂ કરવામાં આવી છે જેને આલીમોની તફસીરમા જોઈ શકાય છે જેમકે તફસીર તબરી અને ઈબ્ને કસીર વગેરે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92