સુરહ અલ્ માઈદહ 115,116

 PART:-390


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    (૧). અલ્લાહની જબરજસ્ત શર્ત

   (૨). ઈસા(અ.સ.) સાથે સવાલ જવાબ

                       

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 115,116


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قَالَ اللّٰهُ اِنِّىۡ مُنَزِّلُهَا عَلَيۡكُمۡ‌ۚ فَمَنۡ يَّكۡفُرۡ بَعۡدُ مِنۡكُمۡ فَاِنِّىۡۤ اُعَذِّبُهٗ عَذَابًا لَّاۤ اُعَذِّبُهٗۤ اَحَدًا مِّنَ الۡعٰلَمِيۡنَ(115)


(115). અલ્લાહ (તઆલા)એ કહ્યું કે, "હું તેને તમારા લોકો માટે ઉતારવાનો છું, ત્યારબાદ તમારામાંથી જે વ્યક્તિ કુફ્ર કરશે તો હું તેને એવો અઝાબ આપીશ કે એવો અઝાબ સમગ્ર દુનિયામાં કોઈને નહીં આપું.”


તફસીર(સમજુતી):-


"હું તેને તમારા લોકો માટે ઉતારવાનો છું" અહીં (તેને) થી મુરાદ માઈદહ(દસ્તરખ્વાન,થાળ) છે

જે આસમાન થી ઉતર્યુ કે નહીં તેનો સબૂત કોઈ સહીહ હદીષ થી મળતું નથી અને ઉલ્માઓમા ઈખ્તિલાફ છે જેમાં કેટલાક ઉલ્માઓનુ કહેવું છે કે જ્યારે અલ્લાહની શર્ત સાંભળ્યા પછી તેમણે કહ્યું કે આની અમને જરૂર નથી.


અને માઈદહ વિષેની વાત ન તો ઈસાઈઓના મોઢે કે ન તો તેમની કિતાબો માં છે અને જો માઈદહ ઉતારવામાં આવ્યું હોત તો ઈસાઈઓમા આ વાત મશહૂર હોત અને તેમની કિતાબો માં પણ ઉલ્લેખ હોત.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَاِذۡ قَالَ اللّٰهُ يٰعِيۡسَى ابۡنَ مَرۡيَمَ ءَاَنۡتَ قُلۡتَ لِلنَّاسِ اتَّخِذُوۡنِىۡ وَاُمِّىَ اِلٰهَيۡنِ مِنۡ دُوۡنِ اللّٰهِ‌ؕ قَالَ سُبۡحٰنَكَ مَا يَكُوۡنُ لِىۡۤ اَنۡ اَقُوۡلَ مَا لَـيۡسَ لِىۡ بِحَقٍّ‌ؕ اِنۡ كُنۡتُ قُلۡتُهٗ فَقَدۡ عَلِمۡتَهٗ‌ؕ تَعۡلَمُ مَا فِىۡ نَفۡسِىۡ وَلَاۤ اَعۡلَمُ مَا فِىۡ نَفۡسِكَ‌ؕ اِنَّكَ اَنۡتَ عَلَّامُ الۡغُيُوۡبِ‏(116)



(116). અને (તે સમય પણ યાદ કરો) જ્યારે કે અલ્લાહ(તઆલા) કહેશે કે હે ઈસા ઈબ્ને મરયમ, શું તમે તે લોકોને કહ્યું હતું કે મને અને મારી માતાને અલ્લાહના સિવાય મા’બૂદ બનાવી લેશો ?' (ઈસા) કહેશે કે, “હું તો તને પવિત્ર સમજુ છું, મને કેવી રીતે શોભા આપતી કે હું આવી વાત કહેતો જેને કહેવાનો મને હક નથી, જો મેં કહ્યું હશે તો તને તેનું ઈલ્મ હશે, તું તો મારા દિલની વાત જાણે છે, હું તારા મનમાં જે કંઈ છે તેને નથી જાણતો, ફક્ત તું જ ગૈબનો જાણકાર છે.


તફસીર(સમજુતી):-


આ સવાલ કયામતના દિવસે થશે, આનાથી હેતુ અલ્લાહને છોડીને કોઈ બીજાને મા’બૂદ બનાવવાવાળાઓને ખબરદાર કરવાનો છે કે જેને તમે મા'બૂદ અને પરેશાની દૂર કરનાર સમજતા હતા એ તો પોતે અલ્લાહનાદરબારમાં જવાબદેહ છે.


બીજી વાત એ માલૂમ થઈ કે ઈસાઈઓએ હજરત મસીહની સાથે હજરત મરયમને પણ મા'બૂદ બનાવ્યા છે.


ત્રીજી વાત એ માલૂમ થઈ કે અલ્લાહના સિવાય મા'બૂદ તે નથી જેને મૂર્તિપૂજકોએ પથ્થર અથવા લાકડાનું કોઈ રૂપ બનાવી તેની બંદગી કરી, જેવી રીતે આજકાલ કબ્રના પૂજારી આલિમ પોતાની જનતાને આવું બતાવીને

ધોખો આપી રહ્યા છે, બલ્કે અલ્લાહના તે બંદાઓ પણ અલ્લાહના સિવાય મા'બૂદના વર્તુળમાં આવી જાય છે જેમની લોકોએ કોઈપણ સ્વરૂપે બંદગી કરી, જેવી રીતે ઈસાઈઓએ હજરત ઈસા અને હજરત મરયમની કરી.


ચોથી વાત અહીં ઈસા(અ.સ.) સ્પષ્ટ અને સરળ શબ્દોમાં કહી દે છે કે ગૈબનુ ઈલ્મ ફ્ક્ત તને જ છે તારા સિવાય બીજા કોઈને જ નહીં અને આ વાત કયામતના દિવસે કહે છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92