સુરહ અલ્ માઈદહ 113,114

 PART:-389 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      હવારીયો માટે ઈસા(અ.સ.) એ

             માંગી ઈદે માઈદહ

                       

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 113,114


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قَالُوۡا نُرِيۡدُ اَنۡ نَّاۡكُلَ مِنۡهَا وَتَطۡمَئِنَّ قُلُوۡبُنَا وَنَـعۡلَمَ اَنۡ قَدۡ صَدَقۡتَـنَا وَنَكُوۡنَ عَلَيۡهَا مِنَ الشّٰهِدِيۡنَ‏(113)


(113). તેમણે કહ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે તેમાંથી ખાઈએ અને અમારા દિલોને સુકૂન થઈ જાય અને અમને યકીન થાય કે તમે અમને સાચુ કહ્યું અને અમે તેના પર ગવાહ થઈ જઈએ.”


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


قَالَ عِيۡسَى ابۡنُ مَرۡيَمَ اللّٰهُمَّ رَبَّنَاۤ اَنۡزِلۡ عَلَيۡنَا مَآئِدَةً مِّنَ السَّمَآءِ تَكُوۡنُ لَـنَا عِيۡدًا لِّاَوَّلِنَا وَاٰخِرِنَا وَاٰيَةً مِّنۡكَ‌ۚ وَارۡزُقۡنَا وَاَنۡتَ خَيۡرُ الرّٰزِقِيۡنَ(114)


(114). મરયમના પુત્ર ઈસાએ કહ્યું, “હે અલ્લાહ! અમારા પર આકાશમાંથી એક થાળ ઉતારી દે જે અમારા માટે અને અમારાથી પહેલા અને પછીના લોકો માટે ઈદ (ખુશીનીવાત) બની જાય અને તારા તરફથી એક નિશાની હોય અને અમને રોજી આપ, તું બહેતર રોજી આપવાવાળો છે.


તફસીર(સમજુતી):-


અહીં હવારીયોએ ઈસા(અ.સ.) પાસે થાળ ઉતારવાની દુઆ કરવાનું કહ્યું એના પરથી સાબિત થાય છે કે ઈસા (અ.સ) રબ નથી બલ્કે તેમના રબ પાસે દુઆ કરવાનું કહેવામાં આવે છે

અને ઈસા(અ.સ.) અતિશય આઝિઝી સાથે અલ્લાહ પાસે દુઆ માંગે છે જેથી સાબિત થાય છે કે ઈસા(અ.સ.) અલ્લાહની મરજી વગર કશું જ નથી કરી શકતા.


"અમારાથી પહેલા અને પછીના લોકો માટે ઈદ (ખુશીની વાત) બની જાય" મુરાદ આસમાની શરિઅત પ્રમાણે એક જૂથ થઈને જેમનો મકસદ તે હોવો જોઈએ તે દિવસે બધા ભેગી થઇને  અલ્લાહ તઆલાનો શુક્ર અદા કરે અને તેની તકબીર અને તહમીદ બુલંદ કરે. ના કે જલ્સા જૂલૂસ  કરે, કે લાઈટીગ કરીને બેહયાઈથી નાચગાન કરવામાં આવે.


કેટલાક એહલે બિદઅતે ઈદે માઈદહ ને ઈદે મિલાદ ની દલીલ બનાવી છે પરંતુ સૌથી પહેલાં એ કે આપણી શરિઅત આવતા પહેલાંનો આ વાકેઆ છે જેને ઈસ્લામ બરકરાર રાખવા માંગે તો જણાવી દેવામાં આવત.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92