સુરહ અલ્ માઈદહ 92,93

 PART:-379


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

                સહાબા(રદી.) અને                

            તેમની ઈતાઅતનુ પ્રદર્શન 

     

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 92,93


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَاَطِيۡعُوا اللّٰهَ وَاَطِيۡعُوا الرَّسُوۡلَ وَاحۡذَرُوۡا‌ ۚ فَاِنۡ تَوَلَّيۡتُمۡ فَاعۡلَمُوۡۤا اَنَّمَا عَلٰى رَسُوۡلِنَا الۡبَلٰغُ الۡمُبِيۡنُ(92)


(92). અને અલ્લાહના હુકમોનું પાલન કરો અને રસૂલના હુકમોનું પાલન કરો અને હોંશિયાર રહો અને જો તમે મોઢું ફેરવ્યું તો જાણી લો કે અમારા રસૂલ ઉપર સ્પષ્ટપણે સંદેશ પહોંચાડી દેવાનું છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


لَـيۡسَ عَلَى الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ جُنَاحٌ فِيۡمَا طَعِمُوۡۤا اِذَا مَا اتَّقَوا وَّاٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ ثُمَّ اتَّقَوا وَّاٰمَنُوۡا ثُمَّ اتَّقَوا وَّاَحۡسَنُوۡا‌ ؕ وَاللّٰهُ يُحِبُّ الۡمُحۡسِنِيۡنَ(93)


(93). એવા લોકો પર જેઓ ઈમાન રાખતા હોય અને ભલાઈના કામ કરતા હોય, તે વસ્તુમાં કોઈ ગુનોહ નથી જેને તેઓ ખાતા-પીતા હોય, જયારે કે તે લોકો અલ્લાહથી ડરતા હોય અને ઈમાન રાખતા હોય અને ભલાઈના કામ કરતા હોય, પછી પરહેઝગારી કરતા હોય અને ઈમાન રાખતા હોય ફરી પરહેઝગારી કરતા હોય અને ઘણા વધારે ભલાઈના કામ કરતા હોય, અલ્લાહ આવા ભલાઈના કામો કરવાવાળાઓથી મોહબત કરે છે.


તફસીર(સમજુતી):-


શરાબ હરામ થયા પછી કેટલાક સહાબાઓને વિચાર આવ્યો કે અમારા કેટલાક સાથીઓ જે જંગમાં શહીદ થયા અથવા તો ફૌત થઈ ગયા, તેઓ તો શરાબ પીતા હતા. તો આ આયાતમાં તેઓના વિચારને રદ કરવા માટે કહેવામાં આવે છે કે તેમનો ખાત્મો ઈમાન અને તકવા પર જ થયો છે કારણકે શરાબ તે સમયે હરામ ન હતી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92