સુરહ અલ્ માઈદહ 90,91

 PART:-378


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

                શૈતાની આમાલ

                   

=======================        

     

            પારા નંબર:- 07

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 90,91


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اِنَّمَا الۡخَمۡرُ وَالۡمَيۡسِرُ وَالۡاَنۡصَابُ وَالۡاَزۡلَامُ رِجۡسٌ مِّنۡ عَمَلِ الشَّيۡطٰنِ فَاجۡتَنِبُوۡهُ لَعَلَّكُمۡ تُفۡلِحُوۡنَ(90)


(90). અય ઈમાનવાળાઓ! દારૂ, જુગાર અને મૂર્તિઓની જગ્યા અને પાસા ખરાબ શયતાની કામો છે, એટલા માટે તમે તેનાથી અલગ રહો જેથી કામયાબ થઈ જાઓ.'


તફસીર(સમજુતી):-


શરાબના બારામાં આ ત્રીજો હુકમ છે પહેલા બે હુકમોમાં તેને સ્પષ્ટ રીતે હરામ કરવામાં નહોતી આવી પરંતુ અહિયાં તેની સાથે જુગાર, થાનકો અને શગૂનના તીરોને બૂરા અને શયતાની કામ જાહેર કરી સ્પષ્ટ શબ્દોમાં આ બધાથી બચવાનો હુકમ આપી દેવામાં આવ્યો છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اِنَّمَا يُرِيۡدُ الشَّيۡطٰنُ اَنۡ يُّوۡقِعَ بَيۡنَكُمُ الۡعَدَاوَةَ وَالۡبَغۡضَآءَ فِى الۡخَمۡرِ وَالۡمَيۡسِرِ وَيَصُدَّكُمۡ عَنۡ ذِكۡرِ اللّٰهِ وَعَنِ الصَّلٰوةِ‌ ۚ فَهَلۡ اَنۡـتُمۡ مُّنۡتَهُوۡنَ(91)


(91). શયતાન ચાહે છે કે દારૂ અને જુગાર વડે તમારા વચ્ચે દુશમની અને ઈર્ષા નાખી દે અને તમને અલ્લાહની યાદ અને નમાઝથી રોકી દે તો તમે રોકાઓ છો કે નહિ. 


તફસીર(સમજુતી):-


જુગાર અને શરાબના આ સામાજિક અને ધાર્મિક નુકસાન છે, જેના વર્ણનની જરૂર નથી, એટલા માટે કે શરાબને બધી બૂરાઈઓની માતા કહેવામાં આવે છે અને જુગાર પણ આવી જ બૂરી આદત છે, જે માણસને કોઈ કામનો નથી રાખતી, અને વધારે પડતા માલદારો અને ખાનદાની જાગીરદારોને ભિખારી અને ગરીબ બનાવી દે છે, અલ્લાહ બંનેથી આપણી હિફાજત ફરમાવે.આમીન.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92