સુરહ અલ્ માઈદહ 72,73

 PART:-370


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      ઈસા(અ.સ.) અલ્લાહના પુત્ર નથી     

   

=======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 72,73


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


لَقَدۡ كَفَرَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ هُوَ الۡمَسِيۡحُ ابۡنُ مَرۡيَمَ‌ ؕ وَقَالَ الۡمَسِيۡحُ يٰبَنِىۡۤ اِسۡرَآءِيۡلَ اعۡبُدُوا اللّٰهَ رَبِّىۡ وَرَبَّكُمۡ‌ ؕ اِنَّهٗ مَنۡ يُّشۡرِكۡ بِاللّٰهِ فَقَدۡ حَرَّمَ اللّٰهُ عَلَيۡهِ الۡجَـنَّةَ وَمَاۡوٰٮهُ النَّارُ‌ ؕ وَمَا لِلظّٰلِمِيۡنَ مِنۡ اَنۡصَارٍ(72)


(72). તે લોકો કાફિર થઈ ગયા જેમણે કહ્યું મરયમનો પુત્ર મસીહ જ અલ્લાહ છે, જયારે કે મસીહે (પોતે) કહ્યું કે,"હે ઈસરાઈલના પુત્રો! મારા રબ અને તમારા રબ અલ્લાહની બંદગી કરો, કેમકે જે કોઈ અલ્લાહ સાથે શિર્ક કરશે અલ્લાહે તેના પર જન્નત હરામ કરી દીધી છે.અને તેનું ઠેકાણું જહન્નમ છે અને જાલિમોનો કોઈ મદદગાર નહિ હોય.


તફસીર(સમજુતી):-


હજરત મસીહે પોતાના રબની બંદગી અને રિસાલતનો એકરાર તે સમયે પણ કર્યો હતો જ્યારે તે માતાના ખોળામાં દૂધ પીવાની ઉંમર માં હતા, પછી બાળપણમાં પણ એલાન કર્યું, સાથે સાથે શિર્કની ઓળખ અને બચાવનો તરીકો અને બૂરાઈઓ પણ વર્ણન કરી દીધી કે મૂર્તિપૂજક પર જન્નત હરામ છે અને તેનો કોઈ મદદગાર પણ હશે નહીં, જે તેને જહન્નમથી કાઢી લાવે. જેવો કે મુશરિકોનો ભ્રમ છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


لَـقَدۡ كَفَرَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ ثَالِثُ ثَلٰثَةٍ‌ ۘ وَمَا مِنۡ اِلٰهٍ اِلَّاۤ اِلٰـهٌ وَّاحِدٌ  ؕ وَاِنۡ لَّمۡ يَنۡتَهُوۡا عَمَّا يَقُوۡلُوۡنَ لَيَمَسَّنَّ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(73)


(73). તે લોકો પણ સંપૂર્ણ રીતે કાફિર થઈ ગયા જેમણે કહ્યું કે અલ્લાહ ત્રણમાંથી ત્રીજો છે, હકીકતમાં અલ્લાહ(તઆલા) સિવાય કોઈ મા'બૂદ નથી અને આ લોકો પોતાની વાતોથી ન રોકાયા તો તેમનામાંથી જેઓ કુફ્રમાં રહેશે તેમને સખત અઝાબ જરૂર પહોંચશે.


તફસીર(સમજુતી):-


આ ઈસાઈઓના બીજા જૂથનું વર્ણન છે જે ત્રણના જોડને અલ્લાહ માને છે અને તેને ત્રિમૂર્તિ કહે છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92