સુરહ અલ્ માઈદહ 69,70,71

 PART:-369


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       બની ઈસરાઈલ સાથે વચન

               લેવામાં આવ્યું        

   

=======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 69,70,71


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اِنَّ الَّذِيۡنَ اٰمَنُوۡا وَالَّذِيۡنَ هَادُوۡا وَالصَّابِئُونَ وَالنَّصٰرٰى مَنۡ اٰمَنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ وَعَمِلَ صَالِحًـا فَلَا خَوۡفٌ عَلَيۡهِمۡ وَلَا هُمۡ يَحۡزَنُوۡنَ(69) 


(69). મુસલમાનો, યહુદિઓ, તારાના પૂજારીઓ અને ઈસાઈઓમાંથી જે કોઈ પણ અલ્લાહ અને અંતિમ દિવસ (કયામત) પર ઈમાન લાવશે અને નેક કામ કરશે તેમના પર ન કોઈ ભય હશે ન કોઈ ગમ.


તફસીર(સમજુતી):-


આ આયત માટે સુરહ બકરહ ની આયત નં (62) જુઓ.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


لَقَدۡ اَخَذۡنَا مِيۡثَاقَ بَنِىۡۤ اِسۡرَآءِيۡلَ وَاَرۡسَلۡنَاۤ اِلَيۡهِمۡ رُسُلًا ؕ كُلَّمَا جَآءَهُمۡ رَسُوۡلٌ ۢ بِمَا لَا تَهۡوٰٓى اَنۡفُسُهُمۙۡ فَرِيۡقًا كَذَّبُوۡا وَفَرِيۡقًا يَّقۡتُلُوۡنَ(70)


(70). અમે ઈસરાઈલના પુત્રો (યહૂદિઓ)થી વચન લીધું  અને તેમના પાસે રસૂલોને મોકલ્યા, જ્યારે કોઈ રસૂલ તેમના પાસે એવો હુકમ લાવ્યા જેને તેમનું મન કબૂલ કરતુ ન હતું તો તેઓએ એક જૂથને જૂઠાડ્યા અને એક જૂથને કતલ કરતા રહ્યા.


☘☘☘☘☘☘☘☘☘☘☘


وَحَسِبُوۡۤا اَلَّا تَكُوۡنَ فِتۡنَةٌ فَعَمُوۡا وَصَمُّوۡا ثُمَّ تَابَ اللّٰهُ عَلَيۡهِمۡ ثُمَّ عَمُوۡا وَصَمُّوۡا كَثِيۡرٌ مِّنۡهُمۡ‌ؕ وَاللّٰهُ بَصِيۡرٌۢ بِمَا يَعۡمَلُوۡنَ(71)


(71). અને સમજી બેઠા કે કોઈ સજા નહિ મળે એટલા માટે આંધળા-બહેરા થઈ ગયા, પછી અલ્લાહ (તઆલા)એ તેમને માફ કરી દીધા તેમ છતાં પણ તેમનામાંથી મોટા ભાગના લોકો આંધળા-બહેરા થઈ ગયા, અને અલ્લાહ

(તઆલા) તેમના કૃત્યોને સારી રીતે જોવાવાળો છે.


તફસીર(સમજુતી):-


આંધળા-બહેરા એટલે કે હક ને જોઈ ના શકે અને હક વાત સાંભળી ના શકે. પછી તેમના તૌબા કરવાથી માફ કર્યા અને માફી મળ્યા પછી ફરીથી પહેલાં જેવા કૃત્યો કરવા લાગ્યા તો  તેમને ફરીથી તેવી સજા આપવામાં આવી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92