સુરહ અલ્ માઈદહ 41

 PART:-355


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          જુઠ સાંભળે અને બોલવાની

             આદત હોય તેવા લોકો

                                  =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 41


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


يٰۤـاَيُّهَا الرَّسُوۡلُ لَا يَحۡزُنۡكَ الَّذِيۡنَ يُسَارِعُوۡنَ فِى الۡكُفۡرِ مِنَ الَّذِيۡنَ قَالُوۡۤا اٰمَنَّا بِاَ فۡوَاهِهِمۡ وَلَمۡ تُؤۡمِنۡ قُلُوۡبُهُمۡ‌ ‌ۛۚ وَمِنَ الَّذِيۡنَ هَادُوۡا ‌ ۛۚ سَمّٰعُوۡنَ لِلۡكَذِبِ سَمّٰعُوۡنَ لِقَوۡمٍ اٰخَرِيۡنَۙ لَمۡ يَاۡتُوۡكَ‌ؕ يُحَرِّفُوۡنَ الۡـكَلِمَ مِنۡۢ بَعۡدِ مَوَاضِعِهٖ‌ۚ يَقُوۡلُوۡنَ اِنۡ اُوۡتِيۡتُمۡ هٰذَا فَخُذُوۡهُ وَاِنۡ لَّمۡ تُؤۡتَوۡهُ فَاحۡذَرُوۡا‌ ؕ وَمَنۡ يُّرِدِ اللّٰهُ فِتۡنَـتَهٗ فَلَنۡ تَمۡلِكَ لَهٗ مِنَ اللّٰهِ شَيۡـئًـا‌ؕ اُولٰٓئِكَ الَّذِيۡنَ لَمۡ يُرِدِ اللّٰهُ اَنۡ يُّطَهِّرَ قُلُوۡبَهُمۡ‌ ؕ لَهُمۡ فِىۡ الدُّنۡيَا خِزۡىٌ ۚۖ وَّلَهُمۡ فِىۡ الۡاٰخِرَةِ عَذَابٌ عَظِيۡمٌ(41)


(41). અય રસૂલ! તમે તેમના માટે દુ:ખી ન થાઓ જેઓ કુફ્રમાં દોડ લગાવી રહ્યા છે જેમણે પોતાના મોઢાથી કહ્યું કે અમે યકીન કર્યું પરંતુ તેમના દિલોએ યકીન ના કર્યું, અને જેઓ યહૂદી થઈ ગયા, તેમનામાં કેટલાક જૂઠ

સાંભળવાના અભ્યાસી અને બીજા લોકોના ગુપ્તચર છે, જેઓ તમારા પાસે નથી આવ્યા, તેઓ શબ્દોને તેની જગ્યાએથી ફેરવી દે છે, કહે છે કે જો તમને હુકમ આપવામાં આવે તો માની લો અને હુકમ આપવામાં ન આવે તો અલગ રહો અને જેને અલ્લાહ ભટકાવવા ઈચ્છે તેના માટે અલ્લાહ પર તમારો જરા પણ હક નથી, 

અલ્લાહ તેમના દિલોને પવિત્ર કરવા નથી ચાહતો, તેમના માટે જ દુનિયામાં અપમાન અને આખિરતમાં મોટો અઝાબ છે.


તફસીર(સમજુતી):-


નબી(ﷺ) ને અહલે કુફ્ર અને મુશરિક લોકોના ઈમાન ન લાવવા અને હિદાયતના રસ્તા પર ન અાવવા પર અફસોસ થતો હતો. તેના પર અલ્લાહે પોતાના પયગંબર ને અફસોસ નહીં કરવાની હિદાયત આપવામાં આવે છે જેથી કરીને આપ(ﷺ) ને તસલ્લી થઈ જાય કે તેઓના વિષે આપ(ﷺ) ને પૂછવામાં નહીં આવે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92