સુરહ અલ્ માઈદહ 39,40

 PART:-354


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

    અલ્લાહ માફ કરવાવાળો મહેરબાન છે   

                                  =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 39,40


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


فَمَنۡ تَابَ مِنۡۢ بَعۡدِ ظُلۡمِهٖ وَاَصۡلَحَ فَاِنَّ اللّٰهَ يَتُوۡبُ عَلَيۡهِؕ اِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(39)


(39). જે કોઈ પોતાના ગુનાહ પછી માફી માંગી લે અને સુધાર કરી લે તો અલ્લાહ (તઆલા) તેની તૌબા કબૂલ કરે છે. બેશક અલ્લાહ (તઆલા) માફ કરવાવાળો મહેરબાન છે.


તફસીર(સમજુતી):-


આ માફીથી આશય અલ્લાહને ત્યાં માફીની કબૂલિયત છે એ નહિ કે માફી માંગી લેવાથી ચોરી અથવા કોઈ હદ લાગુ પડતા ગુનાહની સજા માફ થઈ જશે હદોને તૌબાથી માફ કરવામાં નહિ આવે.


☘☘☘☘☘☘☘☘☘☘☘


اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰهَ لَهٗ مُلۡكُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِؕ يُعَذِّبُ مَنۡ يَّشَآءُ وَيَغۡفِرُ لِمَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ عَلٰى كُلِّ شَىۡءٍ قَدِيۡرٌ(40)


(40). શું તમને ઈલ્મ નથી કે અલ્લાહ (તઆલા)ના માટે આકાશો અને ધરતીનું રાજય છે ? જેને ઈચ્છે સજા આપે જેને ઈચ્છે માફ કરી દે. અલ્લાહ (તઆલા) દરેક વસ્તુ પર વર્ચસ્વ ધરાવે છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92