સુરહ અલ્ માઈદહ 32

 PART:-350


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        એક નિર્દોષ માણસનું કતલ

        તમામ માણસોના કતલનો ગુનોહ

                         =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 32


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


مِنۡ اَجۡلِ ذٰ لِكَ ‌ ۚكَتَبۡنَا عَلٰى بَنِىۡۤ اِسۡرَآءِيۡلَ اَنَّهٗ مَنۡ قَتَلَ نَفۡسًۢا بِغَيۡرِ نَفۡسٍ اَوۡ فَسَادٍ فِى الۡاَرۡضِ فَكَاَنَّمَا قَتَلَ النَّاسَ جَمِيۡعًا ؕ وَمَنۡ اَحۡيَاهَا فَكَاَنَّمَاۤ اَحۡيَا النَّاسَ جَمِيۡعًا ‌ؕ وَلَـقَدۡ جَآءَتۡهُمۡ رُسُلُنَا بِالۡبَيِّنٰتِ ثُمَّ اِنَّ كَثِيۡرًا مِّنۡهُمۡ بَعۡدَ ذٰ لِكَ فِى الۡاَرۡضِ لَمُسۡرِفُوۡنَ(32)


(32). આ જ કારણે અમે ઈસરાઈલની સંતાન પર લખી દીધું કે જે વ્યક્તિ એના સિવાય કે તે કોઈનો કાતિલ હોય અથવા ધરતી પર ફસાદ પેદા કરવાવાળો હોય, કતલ કરી નાખે તો તે એવો છે કે તેણે તમામ લોકોને કતલ કરી દીધા, અને જે વ્યક્તિ એકનો જીવ બચાવશે તેણે જાણે કે તમામના જીવ બચાવ્યા. અને તેમની પાસે અમારા રસૂલ ધણી સ્પષ્ટ નિશાનીઓ લઈને આવ્યા, પરંતુ પછી પણ તેમનામાંથી વધારે પડતાં લોકો ધરતી પર જુલમ (અને અતિરેક અને ક્રુરતા) કરવાવાળા જ રહ્યા.


તફસીર(સમજુતી):-


આ નાજાઈઝ કતલ પછી અલ્લાહ તઆલાએ માણસોનું મૂલ્ય જાહેર કરવા માટે ઈસરાઈલની સંતાન પર આ હુકમ ઉતાર્યો, આનાથી અનુમાન લગાવી શકાય કે અલ્લાહ ને ત્યાં માણસોની કેટલી મહત્તા(અહમીયત) છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92