સુરહ અલ્ માઈદહ 29,30,31

PART:-349


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      કાગડા દ્રારા માણસને શીખવાડ્યું

                 કબર ખોદવાનું

                                    =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 29,30,31


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِي


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


اِنِّىۡۤ اُرِيۡدُ اَنۡ تَبُوۡٓءَ بِاِثۡمِىۡ وَ اِثۡمِكَ فَتَكُوۡنَ مِنۡ اَصۡحٰبِ النَّارِ‌ۚ وَذٰ لِكَ جَزٰٓؤُا الظّٰلِمِيۡنَ‌(29


(29). હું ઈચ્છું છું કે તું મારો ગુનોહ અને તારો ગુનોહ સમેટી લે અને જહન્નમીઓમાં થઈ જાય, અને આ જાલિમોનો ખરાબ બદલો છે.


તફસીર(સમજુતી):-


મારો ગુનોહ થી મતલબ એ કતલ નો ગુનોહ જ્યારે તું મને કતલ કરવા આવે ત્યારે હું તારુ કતલ કરત. 


☘☘☘☘☘☘☘☘☘☘☘


فَطَوَّعَتۡ لَهٗ نَفۡسُهٗ قَـتۡلَ اَخِيۡهِ فَقَتَلَهٗ فَاَصۡبَحَ مِنَ الۡخٰسِرِيۡنَ(30


(30). બસ તેની ઈચ્છાઓએ પોતાના ભાઈનું કતલ કરવા માટે તૈયાર કરી દીધો અને તેણે તેનું કતલ કરી નાખ્યું,જેનાથી તે નુકસાન ઉઠાવનારાઓમાંથી થઈ ગયો.


☘☘☘☘☘☘☘☘☘☘☘

فَبَـعَثَ اللّٰهُ غُرَابًا يَّبۡحَثُ فِىۡ الۡاَرۡضِ لِيُرِيَهٗ كَيۡفَ يُوَارِىۡ سَوۡءَةَ اَخِيۡهِ‌ؕ قَالَ يَاوَيۡلَتٰٓى اَعَجَزۡتُ اَنۡ اَكُوۡنَ مِثۡلَ هٰذَا الۡغُرَابِ فَاُوَارِىَ سَوۡءَةَ اَخِىۡ‌ۚ فَاَصۡبَحَ مِنَ النّٰدِمِيۡنَ(31


(31). પછી અલ્લાહ (તઆલા)એ એક કાગડાને મોકલ્યો જે જમીન ખોદી રહ્યો હતો કે તેને બતાવે કે પોતાના ભાઈની લાશને કેવી રીતે છૂપાવી દે, તે કહેવા લાગ્યો, હાય અફસોસ! શું હું આવું કરવાને લાયક પણ ન રહ્યો કે પોતાના ભાઈની લાશને આ કાગડાની જેમ દાટી શકતો?'' પછી તો તે ઘણો દુઃખી અને શરમિંદા થઈ ગયો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92