સુરહ અન્-નિસા 174,175

PART:-333
       
           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
           હક્કાનિયત ની દલીલ
                                   =======================       
   
            પારા નંબર:- 06
            (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-174,175

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا النَّاسُ قَدۡ جَآءَكُمۡ بُرۡهَانٌ مِّنۡ رَّبِّكُمۡ وَاَنۡزَلۡنَاۤ اِلَيۡكُمۡ نُوۡرًا مُّبِيۡنًا‏(174)

(174).હે લોકો! તમારા પાસે તમારા પાલનહારના તરફથી દલીલ આવી ચૂકી છે, અને અમે તમારા તરફ નૂર (પવિત્ર કુરઆન) ઉતારી દીધું છે.”

તફસીર(સમજુતી):-

બુરહાનનો મતલબ છે એવી દલીલ જેના પછી કોઈને બહાનાનો કોઈ મોકો ન રહે, એવી યુક્તિ જેનાથી દરેક પ્રકારની શંકાઓ ખતમ થઈ જાય એટલા માટે તેને આગળ આસમાની નૂર કહે છે.

તેનાથી આશય પવિત્ર કુરઆન છે જે કુફ્ર અને શિર્કના અંધકારમાં રોશની છે, ગુમરાહીની પગદંડીઓ પર સીધો માર્ગ અને અલ્લાહ તઆલાની મજબૂત રસ્સી છે એટલા માટે તેના હિસાબથી ઈમાનવાળા અલ્લાહની મહેરબાની
અને રહેમતના હકદાર હશે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا بِاللّٰهِ وَاعۡتَصَمُوۡا بِهٖ فَسَيُدۡخِلُهُمۡ فِىۡ رَحۡمَةٍ مِّنۡهُ وَفَضۡلٍۙ وَّيَهۡدِيۡهِمۡ اِلَيۡهِ صِرَاطًا مُّسۡتَقِيۡمًا(175)

(175).પછી જે લોકો અલ્લાહ ઉપર ઈમાન લાવે અને તેને મજબૂતીથી પકડી લે, તેમને પોતાની મહેરબાની અને રહમતમાં દાખલ કરશે અને તેમને પોતાના તરફનો સીધો માર્ગ બતાવશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92