સુરહ અન્-નિસા 172,173

PART:-332
       
           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
         મસીહ અલ્લાહ ના બંદા છે
                                   =======================       
   
            પારા નંબર:- 06
            (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-172,173

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَنۡ يَّسۡتَـنۡكِفَ الۡمَسِيۡحُ اَنۡ يَّكُوۡنَ عَبۡدًا لِّـلَّـهِ وَلَا الۡمَلٰٓئِكَةُ الۡمُقَرَّبُوۡنَ‌ؕ وَمَنۡ يَّسۡتَـنۡكِفۡ عَنۡ عِبَادَ تِهٖ وَيَسۡتَكۡبِرۡ فَسَيَحۡشُرُهُمۡ اِلَيۡهِ جَمِيۡعًا(172)

(172).મસીહ અલ્લાહના બંદા હોવાથી કદી પણ નફરત કરતા ન હતા અને ન નજીકના ફરિશ્તાઓ અને જો કોઈ અલ્લાહની બંદગીથી નફરત અને ઘમંડ કરશે, તો તે બધાને પોતાના તરફ જમા કરશે.

તફસીર (સમજુતી):-

હજરત ઈસાની જેમ કેટલાક લોકોએ ફરિશ્તાઓને પણ અલ્લાહના ભાગીદાર બનાવી રાખ્યા હતા. અલ્લાહ તઆલા ફરમાવે છે આ બધા અલ્લાહના બંદા છે અને આનાથી તેમને કદી કોઈ ઈન્કાર નથી, તમે એમને અલ્લાહ અથવા તેની બંદગીમાં કયા કારણથી ભાગીદાર બનાવો છો.

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاَمَّا الَّذِيۡنَ اٰمَنُوۡا وَعَمِلُوا الصّٰلِحٰتِ فَيُوَفِّيۡهِمۡ اُجُوۡرَهُمۡ وَ يَزِيۡدُهُمۡ مِّنۡ فَضۡلِهٖ‌ۚ وَاَمَّا الَّذِيۡنَ اسۡتَـنۡكَفُوۡا وَاسۡتَكۡبَرُوۡا فَيُعَذِّبُهُمۡ عَذَابًا اَ لِيۡمًا  ۙ وَّلَا يَجِدُوۡنَ لَهُمۡ مِّنۡ دُوۡنِ اللّٰهِ وَلِيًّا وَّلَا نَصِيۡرًا(173)

(173).તો જેઓ ઈમાન લાવ્યા અને નેક કામ કર્યા તેનો તેમને પૂરો બદલો આપશે અને પોતાની મહેરબાનીથી તેમને વધારે આપશે, પરંતુ જેઓ નફરત કરે અને ઘમંડ કરે તેમને પીડાકારી સજા આપશે અને તેઓ અલ્લાહના સિવાય પોતાના માટે કોઈ દોસ્ત અને મદદગાર નહિ પામે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92