સુરહ અન્-નિસા 171

PART:-331
       
           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
         ઈસા(અ.સ) અલ્લાહના
                    રસૂલ છે
                  =======================       
   
            પારા નંબર:- 06
            (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-171

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لَا تَغۡلُوۡا فِىۡ دِيۡـنِكُمۡ وَلَا تَقُوۡلُوۡا عَلَى اللّٰهِ اِلَّا الۡحَـقَّ‌ ؕ اِنَّمَا الۡمَسِيۡحُ عِيۡسَى ابۡنُ مَرۡيَمَ رَسُوۡلُ اللّٰهِ وَكَلِمَتُهٗ‌ ۚ اَ لۡقٰٮهَاۤ اِلٰى مَرۡيَمَ وَرُوۡحٌ مِّنۡهُ‌ فَاٰمِنُوۡا بِاللّٰهِ وَرُسُلِهٖ‌ ‌ۚ وَلَا تَقُوۡلُوۡا ثَلٰثَةٌ‌ ؕ اِنْتَهُوۡا خَيۡرًا لَّـكُمۡ‌ ؕ اِنَّمَا اللّٰهُ اِلٰـهٌ وَّاحِدٌ‌ ؕ سُبۡحٰنَهٗۤ اَنۡ يَّكُوۡنَ لَهٗ وَلَدٌ‌ ۘ لَهٗ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَكَفٰى بِاللّٰهِ وَكِيۡلًا(171)

(171).અય કિતાબવાળાઓ! પોતાના ધર્મમાં હદથી ન વધો, અને અલ્લાહના ઉપર સાચુ જ બોલો, બેશક મરયમના પુત્ર ઈસા મસીહ ફક્ત અલ્લાહના રસૂલ અને કલિમા છે, જેને મરયમ તરફ મોકલ્યો, અને તેના તરફથી રૂહ (આત્મા) છે, એટલા માટે અલ્લાહ અને તેના રસૂલો પર ઈમાન લાવો અને એમ ન કહો કે અલ્લાહ ત્રણ છે, રોકાઈ જાઓ એ તમારા માટે સારૂ
છે. બેશક તમારો મા'બૂદ ફક્ત એક અલ્લાહ છે, તે પવિત્ર છે તેનાથી કે તેની કોઈ સંતાન હોય, તેના માટે છે જે આકાશો અને ધરતીમાં છે અને અલ્લાહ કામ બનાવવા માટે પૂરતો છે.

તફસીર(સમજુતી):-

શબ્દ (غۡلُوۡا)નો મતલબ હદથી વધી જવું છે. જેવી રીતે ઈસાઈઓએ હજરત ઈસા અને તેમની માતાના બારામાં કર્યું કે તેમને રિસાલત અને બંદગીના સ્થાનથી ઉઠાવી મા'બૂદના સ્થાને બેસાડી દીધા, અને તેમની અલ્લાહની જેમ
બંદગી કરવા લાગ્યા, તે જ રીતે હજરત ઈસાના માનવાવાળાએ અતિશયોક્તિનું પ્રદર્શન કરી તેમને માસૂમ(નિષ્પા૫) બનાવી તેમને હરામ અને હલાલ બનાવવાનો હક આપી દીધો.

અલ્લાહના કલિમાનો મતલબ એ છે કે કલિમા  (થઈજા)થી પિતાના વગર તેમની પેદાઈશ થઈ, અને આ કલિમાને હજરત જિબ્રેઈલના જરીએ હજરત મરયમ સુધી પહોંચાડવામાં આવ્યો, અલ્લાહની રૂહ (આત્મા)નો મતલબ તે ફૂંક છે જે હજરત જિબ્રઈલે અલ્લાહના હુકમથી હજરત મરયમના ગિરેબાનમાં ફૂંકી, જેને અલ્લાહ તઆલાએ પિતાના મની (વિર્ય)ની જગ્યાએ બનાવી દીધી. આ રીતે ઈસા અલ્લાહના કલીમાં પણ છે જેને ફરિશ્તાએ હજરત મરયમની તરફ નાખ્યો અને તેની તે રૂહ પણ છે જેને લઈને જિબ્રઈલ મરયમની તરફ
મોકલવામાં આવ્યા. (તફસીર ઈબ્ને કસીર)

ઈસાઈઓના ઘણા જૂથ છે, કેટલાક ઈસાને અલ્લાહ, કેટલાક અલ્લાહના શરીક, અને કેટલાક અલ્લાહના બેટા માને છે પછી જે અલ્લાહ માને છે તે ત્રણ અલ્લાહના અને હજરત ઈસાને ત્રણમાંથી એક હોવા પર વિશ્વાસ કરે છે અલ્લાહ તઆલા ફરમાવે છે કે ત્રણ અલ્લાહ કહેવાથી રોકાઈ જાઓ, અલ્લાહ તઆલા ફક્ત એકજ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92