સુરહ અન્-નિસા 169,170

PART:-330
       
           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
         નબી(ﷺ) પર ઈમાન લાવવું
             સૌના માટે બહેતર છે
                  =======================       
   
            પારા નંબર:- 06
            (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-169,170

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِلَّا طَرِيۡقَ جَهَـنَّمَ خٰلِدِيۡنَ فِيۡهَاۤ اَبَدًا‌ ؕ وَكَانَ ذٰ لِكَ عَلَى اللّٰهِ يَسِيۡرًا(169)

(169).પરંતુ જહન્નમનો માર્ગ, જેમાં તેઓ હંમેશા રહેશે અને આ કામ અલ્લાહ માટે આસાન છે.


يٰۤـاَيُّهَا النَّاسُ قَدۡ جَآءَكُمُ الرَّسُوۡلُ بِالۡحَـقِّ مِنۡ رَّبِّكُمۡ فَاٰمِنُوۡا خَيۡرًا لَّـكُمۡ‌ ؕ وَاِنۡ تَكۡفُرُوۡا فَاِنَّ لِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ ؕ وَكَانَ اللّٰهُ عَلِيۡمًا حَكِيۡمًا(170)

(170).હે લોકો! તમારા પાસે તમારા રબ તરફથી સત્ય લઈને રસૂલ (ﷺ) આવી ગયા તેમના પર ઈમાન લાવો, તમારા માટે બહેતર છે અને જો તમે ઈન્કાર કર્યો તો આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે અલ્લાહનું છે અને
અલ્લાહ જાણવાવાળો અને હિકમતવાળો છે.

તફસીર(સમજુતી):-

એટલે કે તમારા કુફ્ર કરવાથી અલ્લાહ નું શું બગડવાનું, બેશક અલ્લાહ તઆલા બેહિસાબ તારિફોવાળો(વખાણેલ) છે જ.

અલ્લાહ ફરમાવે છે કે તમારાથી પહેલાંના અને પછીના ઈન્સાનો અને જીન્નો એક થઈને અલ્લાહના ગુણગાન કરે તો તેની બાદશાહતમા કોઈ વધારો થવાનો નથી અને તમારા પહેલાંના અને પછીના ઈન્સાનો અને જીન્નો એક થઈને અલ્લાહની નાફરમાની કરે તો તેની બાદશાહતમા કોઈ કમી થવાની નથી અય મારા બંદાઓ તમે બધા એક મેદાનમાં ભેગા થઈને મારી પાસે સવાલ કરો અને હું તમામ ઈન્સાનો ને તેમના સવાલ પ્રમાણે બધાને આપી દઉં તો મારા ખજાનામાં એટલી પણ કમી નહીં થાય જેટલી સોયને દરિયામાં ડુબાડી ને પાછી કાઢવાથી દરિયાના પાણીમાં કમી થાય છે. (સહીહ મુસ્લિમ)

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92