સુરહ અલ્ માઈદહ 1,2

PART:-335


સૂર: માઈદહ મદીનામાં ઉતરી, તેમાં એક્સો વીસ આયતો અને સોળ રૂકૂઅ છે.
   
           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
           હરામ અને હલાલ ચીઝે
                                   =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:-1,2


=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اَوۡفُوۡا بِالۡعُقُوۡدِ‌ ؕ اُحِلَّتۡ لَـكُمۡ بَهِيۡمَةُ الۡاَنۡعَامِ اِلَّا مَا يُتۡلٰى عَلَيۡكُمۡ غَيۡرَ مُحِلِّى الصَّيۡدِ وَاَنۡـتُمۡ حُرُمٌ‌ ؕ اِنَّ اللّٰهَ يَحۡكُمُ مَا يُرِيۡدُ(1)

(1).અય ઈમાનવાળાઓ! વચનોને પૂરા કરો, તમારા માટે ચોપાયા જાનવર હલાલ કરી દેવામાં આવ્યા છે તેમના સિવાય જે તમને પઢીને સંભળાવવામાં આવશે,પરંતુ અહેરામની હાલતમાં શિકાર ન કરો, બેશક અલ્લાહ જે ઈચ્છે છે હુકમ આપે છે.

તફસીર(સમજુતી):-

શબ્દ (بَهِيۡمَةُ) ચોપાયા જાનવરને કહેવામાં આવે છે. (الۡاَنۡعَامِ) ઊંટ, ગાય, બકરી અને ઘેટાંને કહેવામાં આવે છે. કેમકે તેમની ચાલમાં નરમી હોય છે. આ પાલતુ ચોપાયા નર અને માદા મળીને આઠ પ્રકારના છે જેની વિસ્તૃત
જાણકારી સૂર: અન્આમની આયત 143 માં આવશે. તેના સિવાય જે જાનવર જંગલી કહેવાય છે જેમકે હરણ,નીલગાય વગેરે જેનો સામાન્ય રીતે શિકાર કરવામાં આવે છે, આ પણ જાઈઝ છે. જેવું કે સૂર:બકરહની આયત
173 માં આવી ગયું છે. હા, અણીદાર દાંતવાળા તે જાનવર જે પોતાના શિકારને પકડીને ચીરતા હોય, જેમકે વાઘ, ચિત્તો, કૂતરો, બિલાડી, વરુ વગેરે અણીદાર દાંતવાળા જાનવર છે, અને તે પક્ષી જે પોતાનો શિકાર પંજાથી ઝપટીને પકડે છે, જેમકે શકરો, બાજ, શાહીન, ગીધ વગેરે હરામ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تُحِلُّوۡا شَعَآئِرَ اللّٰهِ وَلَا الشَّهۡرَ الۡحَـرَامَ وَلَا الۡهَدۡىَ وَلَا الۡقَلَٓائِدَ وَلَاۤ آٰمِّيۡنَ الۡبَيۡتَ الۡحَـرَامَ يَبۡـتَغُوۡنَ فَضۡلًا مِّنۡ رَّبِّهِمۡ وَرِضۡوَانًا ‌ؕ وَاِذَا حَلَلۡتُمۡ فَاصۡطَادُوۡا‌ ؕ وَلَا يَجۡرِمَنَّكُمۡ شَنَاٰنُ قَوۡمٍ اَنۡ صَدُّوۡكُمۡ عَنِ الۡمَسۡجِدِ الۡحَـرَامِ اَنۡ تَعۡتَدُوۡا‌ ۘ وَتَعَاوَنُوۡا عَلَى الۡبِرِّ وَالتَّقۡوٰى‌ ۖ وَلَا تَعَاوَنُوۡا عَلَى الۡاِثۡمِ وَالۡعُدۡوَانِ‌ ۖ وَاتَّقُوا اللّٰهَ ‌ؕ اِنَّ اللّٰهَ شَدِيۡدُ الۡعِقَابِ(2)

(2).અય ઈમાનવાળાઓ! અલ્લાહની નિશાનીઓનો અનાદર ન કરો, ન અદબવાળા મહિનાઓનો, ન કુરબાની માટે હરમ સુધી લઈ જવામાં આવતા અને પટ્ટા પહેરાવેલા જાનવરોનો(હદી), ન ઈજ્જતવાળા ઘર
(કા'બા) તરફ જઈ રહેલા લોકોનો, જેઓ અલ્લાહની રહમત અને પ્રસન્નતાને શોધી રહ્યા છે, અને જયારે અહેરામ ખોલો તો પછી શિકાર કરી શકો છો, અને જેમણે તમને મસ્જિદે હરામથી રોક્યા તેમની દુશ્મની તમને હદોને પાર કરી જવા પર તૈયાર ન કરે, અને નેકી તથા પરહેઝગારી પર પરસ્પર મદદ કરો, ગુનાહ અને
જુલમમાં મદદ ન કરો અને અલ્લાહથી ડરતા રહો,બેશક અલ્લાહ સખત સજા આપવાવાળો છે.

તફસીર(સમજુતી):-

શહરૂલ હરામથી આશય અદબવાળા ચાર મહિના (રજબ, જિલકદ, જિલહજ અને મોહર્રમ) છે. તેનો એહતેરામ બાકી રાખો અને તેમાં કતલ ન કરો, કેટલાક તેને ફક્ત એક મહિનો એટલે કે જિલહજ લીધો છે.

હદી એવા જાનવરને કહે છે જેને હાજી હરમમાં કુરબાની આપવા માટે સાથે લઈ જાય છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92