સુરહ અલ્ માઈદહ 03

PART:-336

           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~
 
                   હરામ ચીઝે
                                   =======================       
   
            પારા નંબર:- 06
            (5)સુરહ અલ્ માઈદહ
            આયત નં.:- 03

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

حُرِّمَتۡ عَلَيۡكُمُ الۡمَيۡتَةُ وَالدَّمُ وَلَحۡمُ الۡخِنۡزِيۡرِ وَمَاۤ اُهِلَّ لِغَيۡرِ اللّٰهِ بِهٖ وَالۡمُنۡخَنِقَةُ وَالۡمَوۡقُوۡذَةُ وَالۡمُتَرَدِّيَةُ وَالنَّطِيۡحَةُ وَمَاۤ اَكَلَ السَّبُعُ اِلَّا مَا ذَكَّيۡتُمۡ وَمَا ذُ بِحَ عَلَى النُّصُبِ وَاَنۡ تَسۡتَقۡسِمُوۡا بِالۡاَزۡلَامِ‌ ؕ ذٰ لِكُمۡ فِسۡقٌ‌ ؕ اَلۡيَوۡمَ يَئِسَ الَّذِيۡنَ كَفَرُوۡا مِنۡ دِيۡـنِكُمۡ فَلَا تَخۡشَوۡهُمۡ وَاخۡشَوۡنِ‌ ؕ اَ لۡيَوۡمَ اَكۡمَلۡتُ لَـكُمۡ دِيۡنَكُمۡ وَاَ تۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِىۡ وَرَضِيۡتُ لَـكُمُ الۡاِسۡلَامَ دِيۡنًا‌ ؕ فَمَنِ اضۡطُرَّ فِىۡ مَخۡمَصَةٍ غَيۡرَ مُتَجَانِفٍ لِّاِثۡمٍ‌ۙ فَاِنَّ اللّٰهَ غَفُوۡرٌ رَّحِيۡمٌ(3)


(3). તમારા પર હરામ કરી દેવામાં આવ્યા છે મુરદાર, અને લોહી, અને સુવરનું માંસ અને જેના પર અલ્લાહના સિવાય બીજાઓના નામ પોકારવામાં આવ્યા હોય, અને ગળુ ટૂંપાઈને મરે, કે વાગવાથી મરે, કે ઊંચેથી પડીને મરે,” કે બીજા જાનવરના શિંગડાના પ્રહારથી મરે, અને જેનો કેટલોક ભાગ હિંસક પશુએ ખાઈ લીધો હોય, પરંતુ જેને તમે ઝબેહ કરી લીધું,
અને જે થાનકો પર ઝબેહ કરવામાં આવે અને પાસા (લોટરી)ના જરીએ વહેંચણી કરવી, આ બધા ઘણા મોટા ગુનાહ છે. આજે કાફિરો તમારા ધર્મ તરફથી નિરાશ થઈ ગયા, એટલા માટે તેમનાથી ન ડરો ફક્ત મારાથી ડરો, આજે મેં તમારા માટે તમારા ધર્મને સંપૂર્ણ કરી દીધો
અને તમારા પર મારી ને'મત પરિપૂર્ણ કરી દીધી અને તમારા માટે ઈસ્લામ ધર્મને પસંદ કરી લીધો, પરંતુ જે ભૂખથી બેચેન થઈ જાય અને કોઈ ગુનોહ કરવાનો ઈરાદો ન હોય તો બેશક અલ્લાહ માફ કરવાવાળો, ધણો મહેરબાન છે.

તફસીર(સમજુતી):-

અહીંથી તે હરામ વસ્તુઓનું વર્ણન શરૂ થાય છે જેનો ઈશારો સૂરણની શરૂઆતમાં આપવામાં આવ્યો છે.આયતનો આટલો ભાગ સૂર: બકરહમાં આયત-(173) માં આવી ગયો છે.

ગળું કોઈ વ્યક્તિ ટૂંપી દે અથવા કોઈ વસ્તુમાં ફસાઈને ગળુ ટૂંપાઈ જાય બંને સ્થિતિમાં મરેલ જાનવર હરામ છે.

કોઈએ પથ્થર, લાઠી અથવા કોઈ બીજી વસ્તુ મારી જેનાથી તે ઝબેહ કર્યા વગર મરી ગયુ, અજ્ઞાનતાના સમયમાં આવા જાનવરને ખાઈ લેતા હતા, ઈસ્લામી કાનૂને તેની મનાઈ કરી.

બંદૂકનો શિકાર : બંદૂકથી શિકાર કરેલ જાનવરોના બારામાં આલિમોની વચ્ચે મતભેદ છે. ઈમામ શૌકાનીએ એક હદીસથી મતલબ નીકાળતા બંદૂકથી કરેલ શિકારને જાઈઝ માન્યુ છે. (ફતહુલ કદીર) એટલે કે જો બિસ્મીલ્લાહ
પઢીને ગોળી છોડવામાં આવી અને શિકાર ઝબેહ કરતા પહેલા મરી ગયું તો તેનું ખાવું આ કથન મુજબ જાઈઝ છે


ભલે તે પોતે પડી ગયું હોય, અથવા કોઈએ પહાડ વગેરે પરથી ધક્કો મારીને પાડી દીધું હોય.

એટલે કે કોઈએ તેને ટક્કર મારી દીધી અને ઝબેહ કર્યા વગર મરી ગયું.

એટલે કે વાઘ, ચિત્તો અને વરુ જેવા હિંસક પ્રાણીઓએ તેને ખાધુ હોય અને તે મરી ગયું હોય, અજ્ઞાનતાના સમયમાં મરી જવા છતાં પણ તને ખાઈ લેતા હતા.

મોટા ભાગના રાવિઓની નજદીક આ છૂટ બધા વર્ણન કરેલા જાનવરો માટે છે. એટલે કે ગળુ ટૂંપાવાથી, માર વડે ઘાયલ, ઊંચી જગ્યાએથી પડી જવાથી, અથવા ટક્કર વાગવાથી અથવા કોઈ હિંસક પ્રાણીથી ઘાયલ જાનવર,
જો તમે એ હાલતમાં મેળવો કે તેમનામાં જિંદગીની કિરણ દેખાતી હોય અને પછી તમે ઈસ્લામી કાનૂન મુજબ ઝબેહ કરી લો તો પછી તમારા માટે ખાવું જાઈઝ થશે.

આ ભૂખની બેકરારીની હાલતમાં હરામ ખાવાની ઈજાજત છે પરંતુ તેના વડે અલ્લાહની નાફરમાની અને હદોને તોડવાનો ઈરાદો ન હોય, ફક્ત જીવ બચાવવાનો મકસદ હોય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92