સુરહ અન્-નિસા 164,165

PART:-328
     
           ~~~~~~~~~~~~~
         આજની આયાતના વિષય
          ~~~~~~~~~~~~~~

         રસૂલો ખુશખબર આપનાર
             અને ખબરદાર કરનાર છે
         
                    =======================     
   
            પારા નંબર:- 06
            (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-164,165

=======================

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَرُسُلًا قَدۡ قَصَصۡنٰهُمۡ عَلَيۡكَ مِنۡ قَبۡلُ وَرُسُلًا لَّمۡ نَقۡصُصۡهُمۡ عَلَيۡكَ‌ ؕ وَكَلَّمَ اللّٰهُ مُوۡسٰى تَكۡلِيۡمًا(164)

(164).અને તમારા પહેલાના ઘણા રસૂલોના કિસ્સાઓ અમે તમને વર્ણન કર્યા છે, અને ઘણા રસૂલોના નથી પણ કર્યા, અને મૂસાથી અલ્લાહે સીધી વાત કરી.

તફસીર(સમજુતી):-

જે રસૂલોના નામ અને તેમના કિસ્સાઓ કુરઆનમાં આવ્યા છે તેમની સંખ્યા 25 છે.
(I) આદમ, (2) ઈદરીસ,
(3) નૂહ, (4) હૂદ, (5) સ્વાલેહ, (6) ઈબ્રાહીમ, (7) લૂત, (8) ઈસ્માઈલ, (9) ઈસહાક,
(10) યાકૂબ, (11).યુસુફ, (12) અય્યુબ, (13) સુએબ, (14) મૂસા, (15) હારૂન, (16) યુનુસ, (17) દાઉદ, (18) સુલેમાન, (19)
ઈલિયાસ, (20) અલયસઅ, (21) ઝકરિયા, (22) યાહ્યા,(23) ઈસા, (24) ઝુલકિફલ વધારે પડતા રાવિઓની
નજદીક (25) હજરત મોહંમદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ.

જે નબીઓ અને રસૂલોના નામ અને કિસ્સાઓ કુરઆનમાં નથી તેમની સંખ્યા કેટલી છે? અલ્લાહ તઆલા સારી રીતે જાણે છે એક હદીસ જે ઘણી પ્રચલીત છે તેમાં એક લાખ ચોવીસ હજાર અને એક હદીસમાં આઠ હજાર
બતાવેલ છે. પરંતુ આ કથન ઘણું કમજોર છે. કુરઆન અને હદીસથી ફક્ત એટલું માલુમ થાય છે કે જુદા જુદા સમયમાં અને પરિસ્થિતિમાં ખુશખબર આપવાવાળા અને ખબરદાર કરવાવાળા આવતા રહ્યા, છેલ્લે આ
નબુવતનો સિલસિલો હજરત મોહંમદ (સ.અ.વ.) પર ખતમ થઈ ગયો. આપ (સ.અ.વ.) પહેલા કેટલા નબી આવ્યા તેની
સંખ્યાનું ઈલ્મ ફક્ત અલ્લાહને છે, આપ (સ.અ.વ.)ના પછી જેટલા પણ લોકો નબૂવતનો દાવો કરે તેઓ દજ્જાલ અને
જૂઠા છે અને તેમના પર ઈમાન લાવનાર ઈસ્લામની બહાર છે અને મોહંમદ (સ.અ.વ)ની ઉમ્મતથી એક અલગ ઉમ્મત છે જેમકે બહાઈ, બાબિયા, મિરજાઈ ઉમ્મત.

☘☘☘☘☘☘☘☘☘☘☘

رُسُلًا مُّبَشِّرِيۡنَ وَمُنۡذِرِيۡنَ لِئَلَّا يَكُوۡنَ لِلنَّاسِ عَلَى اللّٰهِ حُجَّةٌ ۢ بَعۡدَ الرُّسُلِ‌ ؕ وَكَانَ اللّٰهُ عَزِيۡزًا حَكِيۡمًا(165)

(165). (અમે તેમને) ખુશખબર આપનાર અને ખબરદાર કરનાર રસૂલ બનાવ્યા, જેથી લોકોને કોઈ બહાનું રસૂલોને મોકલ્યા પછી અલ્લાહ (તઆલા) પર રહી ન જાય, અને અલ્લાહ (તઆલા) ઘણો જબરદસ્ત અને હિકમતવાળો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92