સુરહ અન્-નિસા 162,163

PART:-327
         ~~~~~~~~~~~~~
       આજની આયાતના વિષય
       ~~~~~~~~~~~~~~
 
        મજબુત ઈલ્મવાળાઓ
           અને ઈમાનવાળાઓ
                     
=======================       
       પારા નંબર:- 06
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-162,163
=======================
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘

لٰـكِنِ الرّٰسِخُوۡنَ فِى الۡعِلۡمِ مِنۡهُمۡ وَالۡمُؤۡمِنُوۡنَ يُـؤۡمِنُوۡنَ بِمَاۤ اُنۡزِلَ اِلَيۡكَ وَمَاۤ اُنۡزِلَ مِنۡ قَبۡلِكَ‌ وَالۡمُقِيۡمِيۡنَ الصَّلٰوةَ‌ وَالۡمُؤۡتُوۡنَ الزَّكٰوةَ وَ الۡمُؤۡمِنُوۡنَ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ ؕ اُولٰٓئِكَ سَنُؤۡتِيۡهِمۡ اَجۡرًا عَظِيۡمًا(162)

(162).પરંતુ તેમનામાં જેઓ સંપૂર્ણ અને મજબૂત ઈલ્મવાળાઓ છે, અને ઈમાનવાળાઓ છે જેઓ તેના પર ઈમાન લાવે છે, જે તમારા તરફ ઉતારવામાં આવ્યું, અને જે તમારાથી પહેલા ઉતારવામાં આવ્યું અને નમાઝને કાયમ કરવાવાળા છે, ઝકાત આપવાવાળા છે, અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઈમાન રાખવાવાળા છે, આવા લોકોને અમે ઘણો મોટો બદલો આપીશું.

તફસીર (સમજુતી):-

મજબૂત ઈલ્મવાળાઓ થી આશય તે યહુદીઓ છે જે મુસા (અ.સ.) પર ઉતરેલ તૌરાત પર પુખ્ત ઈમાન ધરાવે છે અને અલ્લાહની વહી પર ઈમાન રાખે છે, ઉદાહરણ તરીકે હજરત અબ્દુલ્લાહ બિન સલામ વગેરે છે. જે યહુદી માંથી મુસલમાન થયા હતાં.

☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّاۤ اَوۡحَيۡنَاۤ اِلَيۡكَ كَمَاۤ اَوۡحَيۡنَاۤ اِلٰى نُوۡحٍ وَّالنَّبِيّٖنَ مِنۡۢ بَعۡدِهٖ‌ ۚ وَاَوۡحَيۡنَاۤ اِلٰٓى اِبۡرٰهِيۡمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ وَيَعۡقُوۡبَ وَالۡاَسۡبَاطِ وَعِيۡسٰى وَاَيُّوۡبَ وَيُوۡنُسَ وَهٰرُوۡنَ وَسُلَيۡمٰنَ‌ ۚ وَاٰتَيۡنَا دَاوٗدَ زَبُوۡرًا‌(163)

(163).બેશક અમે તમારા તરફ એવી જ રીતે વહી કરી છે જેવી રીતે નૂહ (અ.સ.) અને તેમના પછીના નબીઓ તરફ અમે વહી કરી, અને ઈબ્રાહીમ અને ઈસ્માઈલ અને ઈસ્હાક અને યાકૂબ અને તેમની સંતાનો પર અને ઈસા તથા ઐયુબ અને યુનુસ અને હારૂન અને સુલેમાન તરફ અને અમે દાઉદ (અ.સ.)ને ઝબૂર આપી.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92