સુરહ અન્-નિસા 157,158,159


PART:-325
  
      આજની આયાતના વિષય
      ~~~~~~~~~~~~~~
 
ઈસા(અ.સ.) ને આસમાન પર ઉઠાવી લેવામાં આવે છે.
 
          એક ભવિષ્યવાળી
                      ~~~~~~~~~~~~~~
          
       પારા નંબર:- 06
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-157,158,159
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَّقَوۡلِهِمۡ اِنَّا قَتَلۡنَا الۡمَسِيۡحَ عِيۡسَى ابۡنَ مَرۡيَمَ رَسُوۡلَ اللّٰهِ‌ ۚ وَمَا قَتَلُوۡهُ وَمَا صَلَبُوۡهُ وَلٰـكِنۡ شُبِّهَ لَهُمۡ‌ ؕ وَاِنَّ الَّذِيۡنَ اخۡتَلَـفُوۡا فِيۡهِ لَفِىۡ شَكٍّ مِّنۡهُ‌ ؕ مَا لَهُمۡ بِهٖ مِنۡ عِلۡمٍ اِلَّا اتِّبَاعَ الظَّنِّ‌ ۚ وَمَا قَتَلُوۡهُ يَقِيۡنًا (157)

(157). અને તેમના એ કહેવાના કારણે કે અમે મસીહ, મરયમના પુત્ર ઈસા, અલ્લાહના રસૂલને કતલ કરી દીધા, જો કે ન તો તેઓએ કતલ કર્યો ન તેઓએ ફાંસી આપી પરંતુ તેમના માટે મામલો શંકાસ્પદ બનાવી દેવામાં આવ્યો યકીન કરો કે ઈસાના બારામાં મતભેદ કરનારાઓ તેમના બારામાં શંકામાં છે. તેઓને તેનું કોઈ ઈલ્મ નથી સિવાય અટકળોવાળી વાતો પર કામ કરવાને, એટલું ચોક્કસ છે કે તેઓએ તેમને કતલ નથી કર્યા.

તફસીર (સમજુતી):-

આનાથી સ્પષ્ટ થયું કે યહૂદી હજરત ઈસાને કતલ કરવા અથવા ફાંસી આપવામાં સફળ નથી થયા, જેમ કે સૂરઃ આલે ઈમરાન આયત નં.-55 માં પણ વર્ણન આવી ચૂકેલ છે.એનો મતલબ એ છે કે જ્યારે હજરત ઈસાને યહૂદિઓની યોજનાની ખબર પડી તો તેમણે પોતાના પેરોકારોને
ભેગા કર્યા જેમની સંખ્યા 12 અથવા 17 હતી અને ફરમાવ્યું કે તમારામાંથી કોણ મારી જગ્યાએ કુરબાની આપવા
તૈયાર છે ? જેથી અલ્લાહ તઆલા તેનો ચહેરો મારા જેવો બનાવી દે. એક નવજવાન તેના માટે તૈયાર થઈ ગયો,
એટલા માટે હજરત ઈસા (અલયહીસ્સલામ)ને ત્યાંથી આકાશમાં ઉઠાવી લેવામાં આવ્યા, તેના પછી યહૂદિઓ આવ્યા અને તેઓએ તે નવજવાનને ફાંસી પર ચઢાવી દીધો, જેને ઈસા જેવો બનાવી દીધો હતો, યહૂદીઓ એમ જ સમજતા રહ્યા કે અમે ઈસાને ફાંસી પર ચઢાવી દીધા. વાસ્તવિકતા એ છે કે હજરત ઈસા ત્યાં હાજર જ ન હતાં. તે જીવતા પોતાના શરીર સાથે આકાશમાં ઉઠાવી લેવામાં આવ્યા હતા. (ઈબ્ને કસીર અને ફતહુલ કદીર)
☘☘☘☘☘☘☘☘☘☘☘

بَلْ رَّفَعَهُ اللّٰهُ اِلَيۡهِ‌ ؕ وَكَانَ اللّٰهُ عَزِيۡزًا حَكِيۡمًا(158)

(158). બલ્કે અલ્લાહ (તઆલા) એ તેમને પોતાના તરફ ઉઠાવી લીધા, અને અલ્લાહ (તઆલા) જબરદસ્ત હિકમતવાળો છે.

તફસીર (સમજુતી):-

આ હકીકત છે કે અલ્લાહ તઆલાએ પોતાની કુદરતથી હજરત ઈસાને જીવતા આકાશ પર ઉઠાવી લીધા અને
મુતવાતી૨ સહીહ હદીસથી પણ આ વાતની પુષ્ટિ થાય છે આ હદીસો, હદીસની બધી કિતાબો સિવાય સહીહ
બુખારી અને સહીહ મુસ્લિમમાં લખેલી છે. આ હદીસોમાં આકાશ પર ઉઠાવી લેવાના સિવાય ક્યામતના પહેલા
તેમના જમીન પર ઉતરવાનું અને બીજી વાતોનું વર્ણન છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِنۡ مِّنۡ اَهۡلِ الۡكِتٰبِ اِلَّا لَيُـؤۡمِنَنَّ بِهٖ قَبۡلَ مَوۡتِهٖ‌ ۚ وَيَوۡمَ الۡقِيٰمَةِ يَكُوۡنُ عَلَيۡهِمۡ شَهِيۡدًا‌(159)

(159). કિતાબવાળાઓમાંથી કોઈ એવો બાકી ન રહેશે જે (હજરત) ઈસા (અ.સ.)ના મૃત્યુથી પહેલા તેમના પ૨ ઈમાન ન લાવે અને કયામતના દિવસે તેઓ તેમના પર ગવાહ રહેશે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92