સુરહ અન્-નિસા 135,136


PART:-314
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-135,136
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

          ઈન્સાફ ને અપનાવો

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا كُوۡنُوۡا قَوَّامِيۡنَ بِالۡقِسۡطِ شُهَدَآءَ لِلّٰهِ وَلَوۡ عَلٰٓى اَنۡفُسِكُمۡ اَوِ الۡوَالِدَيۡنِ وَالۡاَقۡرَبِيۡنَ‌ ؕ اِنۡ يَّكُنۡ غَنِيًّا اَوۡ فَقِيۡرًا فَاللّٰهُ اَوۡلٰى بِهِمَا‌ فَلَا تَتَّبِعُوا الۡهَوٰٓى اَنۡ تَعۡدِلُوۡا ‌ۚ وَاِنۡ تَلۡوٗۤا اَوۡ تُعۡرِضُوۡا فَاِنَّ اللّٰهَ كَانَ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرًا‏(135)

135).અય ઈમાનવાળાઓ! ન્યાય પર મજબૂત રહેનારા અને અલ્લાહ માટે સાચી ગવાહી આપનારા બની
જાઓ, ભલે તે તમારા પોતાના અને માતાપિતાના અને રિશ્તેદારો' ના વિરુદ્ધ હોય, જો તે વ્યક્તિ ધનવાન હોય
તો અથવા ગરીબ હોય તો તે બંને કરતા અલ્લાહનો સંબંધ વધારે છે, એટલા માટે ન્યાય કરવામાં મનમાની ન કરો અને જો ખોટું નિવેદન આપશો અથવા નહિ માનો તો અલ્લાહ તમારા કાર્યોથી વાકેફ છે.

તફસીર(સમજુતી):-

આમાં અલ્લાહે ઈમાનવાળાઓને ન્યાય પ્રસ્થાપિત કરવા અને સાચી ગવાહી આપવા પર ભાર મૂક્યો છે. ભલે
તેના કારણે પોતાને અથવા માતા-પિતાને અને રિશ્તેદારોને નુકસાન કેમ ન ઉઠાવવું પડે. એટલા માટે કે સત્ય
બધાથી મોટું અને પ્રભાવશાળી છે.
એટલે કે કોઈ માલદારને તેના માલના કારણે છૂટ આપવામાં આવે અને ન કોઈ ગરીબને ગરીબીનો ડર તમને
સાચી વાત કહેવાથી રોકે. બલ્કે અલ્લાહ આ બંનેથી તમારા નજીક વધારે અને સારો છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡۤا اٰمِنُوۡا بِاللّٰهِ وَرَسُوۡلِهٖ وَالۡكِتٰبِ الَّذِىۡ نَزَّلَ عَلٰى رَسُوۡلِهٖ وَالۡكِتٰبِ الَّذِىۡۤ اَنۡزَلَ مِنۡ قَبۡلُ‌ؕ وَمَنۡ يَّكۡفُرۡ بِاللّٰهِ وَمَلٰٓئِكَتِهٖ وَكُتُبِهٖ وَرُسُلِهٖ وَالۡيَوۡمِ الۡاٰخِرِ فَقَدۡ ضَلَّ ضَلٰلًاۢ بَعِيۡدًا(136)

136).અય ઈમાનવાળાઓ! અલ્લાહ અને તેના રસૂલ( ﷺ) અને તે કિતાબ (પવિત્ર કુરઆન) પર જેને અલ્લાહે પોતાના રસૂલ(ﷺ ) પર ઉતારી છે અને તે કિતાબો પર ઈમાન લાઓ જે આનાથી પહેલા ઉતારવામાં આવી અને જેઓ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેની કિતાબો અને તેના રસૂલો અને કયામતના દિવસને નથી માનતા તેઓ ધણા દૂર ભટકી ગયા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92