સુરહ અન્-નિસા 133,134



PART:-313
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-133,134
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

      તમારા બદલે બીજાને લઈ આવે
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنۡ يَّشَاۡ يُذۡهِبۡكُمۡ اَيُّهَا النَّاسُ وَيَاۡتِ بِاٰخَرِيۡنَ‌ؕ وَكَانَ اللّٰهُ عَلٰى ذٰلِكَ قَدِيۡرًا‏(133)

133).હે લોકો! જો તે ઈચ્છે તો તમને બધાને લઈ જાય અને બીજાને લઈ આવે, અને અલ્લાહ આના પર સંપૂર્ણ
કુદરત ધરાવનાર છે.

તફસીર (સમજુતી):-

અહીં અલ્લાહની કુદરતનો ઈઝહાર કરવામાં આવ્યો છે અલ્લાહને તમારી કોઈ જરૂર નથી જો તમે તેના અહકામ નુ પાલન નહીં કરો તો તમને હટાવીને તમારા બદલામાં બીજાને પણ લાવી શકે છે
જેવું કે "સુરહ મુહમ્મદ" મા આયત નંબર ૩૮ માં કહેવામાં આવે છે
(وَاِنۡ تَتَوَلَّوۡا يَسۡتَـبۡدِلۡ قَوۡمًا غَيۡرَكُمۡ ۙ ثُمَّ لَا يَكُوۡنُوۡۤا اَمۡثَالَـكُم)
("અને જો તમે ફરી જશો તો એ તમારી જગ્યા પર બીજાને લાવી દેશે અને તમારા જેવા નહીં હોય")
☘☘☘☘☘☘☘☘☘☘☘

مَنۡ كَانَ يُرِيۡدُ ثَوَابَ الدُّنۡيَا فَعِنۡدَ اللّٰهِ ثَوَابُ الدُّنۡيَا وَالۡاٰخِرَةِ‌ ؕ وَكَانَ اللّٰهُ سَمِيۡعًاۢ بَصِيۡرًا(134)

134).જે વ્યક્તિ દુનિયાનો બદલો ઈચ્છે, તો યાદ રાખો કે) અલ્લાહની પાસે દુનિયા અને આખિરત (બંનેનો)
બદલો હાજર છે અને અલ્લાહ સાંભળનાર, જોનાર છે.

તફસીર (સમજુતી):-

જ્યારે અલ્લાહ આખિરત અને દુનિયા બંન્ને નો ફાયદો આપે છે તો પછી શા માટે માણસ ફક્ત દુનિયાના ફાયદાનુ જ વિચારે છે ?

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92