સુરહ અન્-નિસા 127

PART:-309
       
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-127
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                       
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

   યતીમ સ્ત્રીઓ વિશે કેટલીક હિદાયતો


☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَيَسۡتَفۡتُوۡنَكَ فِى النِّسَآءِ ‌ؕ قُلِ اللّٰهُ يُفۡتِيۡكُمۡ فِيۡهِنَّ ۙ وَمَا يُتۡلٰى عَلَيۡكُمۡ فِى الۡكِتٰبِ فِىۡ يَتٰمَى النِّسَآءِ الّٰتِىۡ لَا تُؤۡتُوۡنَهُنَّ مَا كُتِبَ لَهُنَّ وَتَرۡغَبُوۡنَ اَنۡ تَـنۡكِحُوۡهُنَّ وَالۡمُسۡتَضۡعَفِيۡنَ مِنَ الۡوِلۡدَانِ ۙ وَاَنۡ تَقُوۡمُوۡا لِلۡيَتٰمٰى بِالۡقِسۡطِ‌ ؕ وَمَا تَفۡعَلُوۡا مِنۡ خَيۡرٍ فَاِنَّ اللّٰهَ كَانَ بِهٖ عَلِيۡمًا(127)

127).તેઓ સ્ત્રીઓના વિષે તમને પ્રશ્ન કરે છે તમે કહી
દો કે અલ્લાહ પોતે તમને તેમના વિષે હુકમ આપે છે
અને જે કંઈ કિતાબ (કુરઆન)માં તમારી સામે પઢવામાં આવે છે, તે અનાથ સ્ત્રીઓના વિષે જેમને તમે તેમનો અધિકાર નથી આપતા, અને તેમનાથી નિકાહ કરવા
ઈચ્છો છો, અને કમજોર બાળકોના વિષે અને એ કે તમે
અનાથોના વિષે ન્યાય કરો, અને તમે જે પણ નેક કામ
કરશો અલ્લાહ તેને સારી રીતે જાણનાર છે.

તફસીર(સમજુતી):-

ઔરતો વિષે સવાલોના જવાબ આપવામાં આવે છે.

"કિતાબ (કુરઆન)મા પઢવામાં આવે છે" તેનાથી આશય અગાઉ આવેલ સુરહ નિસાઅ્ની આયત નં 3 માં તેવા લોકોને એમના અન્યાય થી રોકવામાં આવે છે કે જે યતીમ સ્ત્રીઓ સાથે તેમની સુંદરતા જોઈને નિકાહ તો કરી લે છે પરંતુ મહેર નથી આપતાં

કુરઆનનો હુકમ છે કે જો  છોકરાઓને વિરાસતમાં ભાગ મળે છે તો છોકરીઓને પણ વિરાસતમાં ભાગ મળવો જોઈએ.

અને યતીમ છોકરીઓ સાથે ઈન્સાફ નો મુઆમલો કરો પછી તે ખુબસુરત હોય કે બદસૂરત હોય.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92