સુરહ અન્-નિસા 123,124,125,126


PART:-308
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-123,124,
                 125,126
       
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~

   સૌથી મોટી ફઝીલત ઈસ્લામ છે

☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

لَـيۡسَ بِاَمَانِيِّكُمۡ وَلَاۤ اَمَانِىِّ اَهۡلِ الۡـكِتٰبِ‌ؕ مَنۡ يَّعۡمَلۡ سُوۡٓءًا يُّجۡزَ بِهٖۙ وَ لَا يَجِدۡ لَهٗ مِنۡ دُوۡنِ اللّٰهِ وَلِيًّا وَّلَا نَصِيۡرًا(123)

123).તમારી તમન્નાઓ અને કિતાબવાળાઓની
તમન્નાઓથી કશું થવાનું નથી, જે ખોટું કરશે તેની સજા
પામશે અને અલ્લાહના સિવાય પોતાનો કોઈ દોસ્ત અને મદદગાર નહિં પામે.

તફસીર(સમજુતી):-

જેવી રીતે કે અહલે કિતાબ પોતાના વિષે મોટી ખુશફહેમી મા પડેલા હતાં જેને અલ્લાહએ ખુશફહેમી માંથી ગલતફહેમી બદલી નાખીને કહે છે કે તમન્નાઓ અને આરઝુઓથી કશું થવાનું નથી,

"તમારી તમન્નાઓ" થી મુરાદ મુસલમાનોને કહેવામાં આવે છે કે જેના જેવા નામ-એ-આમાલ  હશે તેને તેવું મળશે.
પરંતુ અફસોસ મુસલમાનો પર  તેઓ પણ ખોટી આરઝુઓ માં
પડીને બે-અમલી અને બદ-અમલી માં મુબતિલા છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ يَّعۡمَلۡ مِنَ الصّٰلِحٰتِ مِنۡ ذَكَرٍ اَوۡ اُنۡثٰى وَهُوَ مُؤۡمِنٌ فَاُولٰٓئِكَ يَدۡخُلُوۡنَ الۡجَـنَّةَ وَلَا يُظۡلَمُوۡنَ نَقِيۡرًا(124)

124).અને જે ઈમાનવાળો હોય, ચાહે પુરૂષ હોય અથવા સ્ત્રી અને તે નેક કામ કરે, બેશક આ પ્રકારનાં લોકો જન્નતમાં જશે અને ખજૂરની ગૂઠલીની ફાંક બરાબર પણ તેમનો હક મારવામાં નહિ આવે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَمَنۡ اَحۡسَنُ دِيۡنًا مِّمَّنۡ اَسۡلَمَ وَجۡهَهٗ لِلّٰهِ وَهُوَ مُحۡسِنٌ وَّاتَّبَعَ مِلَّةَ اِبۡرٰهِيۡمَ حَنِيۡفًا‌ ؕ وَاتَّخَذَ اللّٰهُ اِبۡرٰهِيۡمَ خَلِيۡلًا(125)

125).અને તેનાથી સારો દીનદાર કોણ હોઈ શકે છે જે
અલ્લાહના માટે સંપૂર્ણ આત્મસમર્પણ કરી દે અને તે નેક પણ હોય, અને ઈબ્રાહીમના ધર્મનું અનુસરણ કર્યું હોય જે એકાગ્ર હતા અને ઈબ્રાહીમને અલ્લાહે પોતાનો દોસ્ત બનાવી દીધો છે.

તફસીર (સમજુતી):-

અહીં સફળતાનું એક પ્રમાણ અને તેના માટે નમૂનાનુ વર્ણન કરવામાં આવી રહ્યું છે. માપદંડ એ છે કે પોતાને અલ્લાહના હવાલે કરી દે, ભલાઈ કરનાર બની જાય અને ઈબ્રાહીમના ધર્મનુ અનુસરણ કરે અને હજરત ઈબ્રાહીમ તે છે જેને અલ્લાહ તઆલાએ પોતાના મિત્ર બનાવ્યા.
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلِلّٰهِ مَا فِى السَّمٰوٰتِ وَمَا فِى الۡاَرۡضِ‌ؕ وَكَانَ اللّٰهُ بِكُلِّ شَىۡءٍ مُّحِيۡـطًا(126)

126).અને જે કંઈ પણ આકાશો અને ધરતીમાં છે તે
અલ્લાહનું છે અને અલ્લાહ દરેક વસ્તુને ઘેરી લેનાર છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92