સુરહ અન્-નિસા 102

PART:-300
       
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         આયત નં.:-102
                   
☘☘☘☘☘☘☘☘☘☘☘                       
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
 
        ખૌફ ની નમાઝ
   
 ☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘

وَاِذَا كُنۡتَ فِيۡهِمۡ فَاَقَمۡتَ لَهُمُ الصَّلٰوةَ فَلۡتَقُمۡ طَآئِفَةٌ مِّنۡهُمۡ مَّعَكَ وَلۡيَاۡخُذُوۡۤا اَسۡلِحَتَهُمۡ فَاِذَا سَجَدُوۡا فَلۡيَكُوۡنُوۡا مِنۡ وَّرَآئِكُمۡ ۖ وَلۡتَاۡتِ طَآئِفَةٌ اُخۡرٰى لَمۡ يُصَلُّوۡا فَلۡيُصَلُّوۡا مَعَكَ وَلۡيَاۡخُذُوۡا حِذۡرَهُمۡ وَاَسۡلِحَتَهُمۡ‌ ۚ وَدَّ الَّذِيۡنَ كَفَرُوۡا لَوۡ تَغۡفُلُوۡنَ عَنۡ اَسۡلِحَتِكُمۡ وَاَمۡتِعَتِكُمۡ فَيَمِيۡلُوۡنَ عَلَيۡكُمۡ مَّيۡلَةً وَّاحِدَةً‌ ؕ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ اِنۡ كَانَ بِكُمۡ اَ ذًى مِّنۡ مَّطَرٍ اَوۡ كُنۡـتُمۡ مَّرۡضٰۤى اَنۡ تَضَعُوۡۤا اَسۡلِحَتَكُمۡ‌ ۚ وَ خُذُوۡا حِذۡرَكُمۡ‌ ؕ اِنَّ اللّٰهَ اَعَدَّ لِلۡكٰفِرِيۡنَ عَذَابًا مُّهِيۡنًا(102)

102).અને જ્યારે તમે તેમનામાં હોવ અને તેમના માટે નમાઝ કાયમ કરો તો જોઈએ કે તેમનું એક જૂથ તમારા સાથે હથિયાર લઈને ઊભું હોય, પછી જ્યારે તેઓ સિજદો કરી ચૂકે તો તેઓ હટીને તમારા પાછળ આવી જાય અને બીજુ જૂથ જેણે નમાઝ
નથી પઢી તેઓ આવી જાય, અને તમારા સાથે નમાઝ પઢે અને પોતાનો બચાવ અને પોતાના હથિયાર સાથે રાખે, કાફિરો ચાહે છે કે તમે કોઈ રીતે પોતાના હથિયાર અને પોતાના સામાનોથી બેખબર થઈ જાવ, તો તેઓ તમારા પર અચાનક હૂમલો કરી દે. અને હા, પોતાના હથિયાર ઉતારીને રાખવામાં તે સમયે તમારા પર કોઈ બૂરાઈ નથી જ્યારે કે તમે તક્લીફમાં હોવ, અથવા વરસાદના કારણે અથવા બીમાર હોવાનું કારણ હોય,અને પોતાના બચાવનો સામાન સાથે લઈ રાખો. બેશક અલ્લાહ(તઆલા)એ ઈન્કાર કરવાવાળાઓ માટે અપમાનજનક અઝાબ તૈયાર કરી રાખ્યો છે.

તફસીર (સમજુતી):-

આ આયતમાં ડરના સમયની નમાઝ (સલાતુલ ખૌફ)ની આજ્ઞા, બલ્કે હુકમ આપવામાં આવી રહ્યો છે. આ તે વખતે જાઈઝ છે જ્યારે મુસલમાન અને કાફિરોની સેના સામ-સામે યુદ્ધ માટે તૈયાર ઉભી હોય અને એક ક્ષણની ગફલત પણ મુસલમાનો માટે નુકસાનદેહ સાબિત થઈ શકે છે એવા સમયે જો નમાઝનો સમય થઈ જાય તો
સાલતુલ ખૌફનો હુકમ છે.






































Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92