સુરહ અન્-નિસા 101


PART:-299
        
      પારા નંબર:- 05
      (4)સુરહ અન્-નિસા
         *આયત નં.:-101
                    
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
   આજની આયાતના વિષય
    ~~~~~~~~~~~~~~
 
   સફર ની હાલતમાં ઈબાદત મા ઈજાજત અને કમી
   
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَاِذَا ضَرَبۡتُمۡ فِى الۡاَرۡضِ فَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ اَنۡ تَقۡصُرُوۡا مِنَ الصَّلٰوةِ ‌ۖ اِنۡ خِفۡتُمۡ اَنۡ يَّفۡتِنَكُمُ الَّذِيۡنَ كَفَرُوۡا‌ ؕ اِنَّ الۡـكٰفِرِيۡنَ كَانُوۡا لَـكُمۡ عَدُوًّا مُّبِيۡنًا‏(101)

101).અને જ્યારે ધરતી પર મુસાફરી કરો તો તમારા પર નમાઝ કસર કરવામાં (ચાર રકઅતની નમાઝ બે રકઅત પઢવામાં) કોઈ બૂરાઈ નથી, જો તમને એવો ડર હોય કે કાફિરો તમને તકલીફ આપશે, બેશક કાફિરો તમારા ખુલ્લા દુશ્મન છે.

તફસીર (સમજુતી):-

આમાં મુસાફરીમાં નમાઝ કસર કરવા (ચાર રકઅતવાળી નમાઝને બે રકઅત જ પઢવી)ની ઈજજત આપવામાં આવી રહી છે. “જો તમને ડર હોય” પ્રભાવી સ્થિતિના આધારે છે કેમકે તે સમયે સમગ્ર અરબ યુધ્ધનું મેદાન બનેલ હતું, કોઈ દિશા તરફની મુસાફરી ડર વગરની ન હતી, એટલે કે એ અવરોધ નથી કે જો રસ્તામાં ડર હોય
તો કસરનો હુકમ છે. કેમ કે કુરઆન કરીમમાં બીજી જગ્યાએ આ પ્રકારની શરતોનું વર્ણન છે જે પ્રભાવી સ્થિતિમાં આવું શક્ય બની શકે છે. જેમ કે, “તમે પોતાની બાંદીઓને બદકારી માટે મજબૂર ન કરો, જો તેઓ તેનાથી બચવા ચાહે,” કેમકે તે બચવા ચાહતી હતી એટલે અલ્લાહે વર્ણન કર્યું, નહિ તો તેનો અર્થ એ કદાપી નથી જો તે તૈયાર હોય તો તમારા માટે જાઈઝ છે કે તમે તેમનાથી કુકર્મ કરી લો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92